Homeગુજરાતીભૂતપૂર્વ સૈનિક કલ્યાણ સચિવ તરીકે ઉચ્ચ અધિકારી વિજય કુમાર સિંહએ ચાર્જ સંભાળ્યો

ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ સચિવ તરીકે ઉચ્ચ અધિકારી વિજય કુમાર સિંહએ ચાર્જ સંભાળ્યો

નવી દિલ્હીઃ ઉચ્ચ અધિકારી વિજય કુમાર સિંહે આજે સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. વિજય કુમાર સિંહ પંજાબ કેડરના 1990-બેચના IAS અધિકારી છે, જેમને વહીવટમાં 32 વર્ષથી વધુનો અનુભવ છે.

વિજય કુમાર સિંહે તાજેતરમાં કાપડ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી હતી. ત્યાં આ નિમણૂક પહેલા, તેમણે કર્મચારી અને તાલીમ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી હતી. પંજાબમાં તેમની કારકિર્દી દરમિયાન સેવા આપતા તેમજ નિવૃત્ત સશસ્ત્ર દળોના કર્મચારીઓ સાથે તેમનો વ્યાપક સંપર્ક હતો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img