1. Home
  2. ગુજરાતી
  3. જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને થશે
જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને થશે

જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને થશે

0
Social Share

નવી દિલ્હીઃ 1850થી 1900 દરમિયાન જે તાપમાન હતું તે હવે 1.15 ડિગ્રી સેલ્સિયસ બધી ગયું છે. એટલે કે ગ્લોબલ મીની ટેમ ટેમ્પરેચરમાં વધારો થયો છે. જેના પરિણઆમે વર્ષ 2015થી 2022ના સમયગાળામાં સૌથી વધારે ગરમી પડી હતી. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તન અને વધી રહેલા તાપમાનની સૌથી વધારે અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને થશે. અહીં વાતાવરણમાં ભયાનક રીતે ફેરફાર થશે.

WMO પ્રોવિજીનલ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઈમેટ 2022ના 27માં યુએનએફસીસી કોન્ફરન્સ ઓફ પાર્ટી જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સમુદ્રી જળસ્તર 1993ની સરખામણીએ 2020માં ડબલ થયું છે. દરિયાઈ જળસ્તરમાં લગભગ 19મીલીમીટર જેટલો વધારો થયો છે. આ એક રેકોર્ડ છે. છેલ્લા અઢી વર્ષમાં દરિયાઈ જળસ્તરમાં 10 ટકા વધારો થયો છે. આ રિપોર્ટમાં સપ્ટેમ્બર સુધીના આંકડાઓ સામેલ કરવામાં આવ્યાં છે.

વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠને જણાવ્યું હતું કે લા નીનાને કારણે વૈશ્વિક તાપમાન સતત બીજા વર્ષે ઓછુ થયું છે, વર્ષ 2022 હાલનું પાંચમુ કે છઠ્ઠુ ગરમ વર્ષ છે. વર્ષ 2013થી 2022 દરમિયાન તાપમાન પ્રી-ઈન્ડસ્ટ્રીયલ પીરિયડના સરેરાશ તાપમાનથી 1.14 ડિગ્રી સેલ્સિયલ વધારે છે. જેની અસર ભારત-પાકિસ્તાનમાં જોવા મલશે. અહીં ચોમાસા પહેલાનું વાતાવરણ વધારે ગરમ રહેશે. એટલું જ નહીં તાપમાન તમામ રેકોર્ડ તોડી નાખશે.  ચાલુ વર્ષે ચોમાસામાં ભારત અને પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પુરની પરિસ્થિતિ ઉભી થઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code