Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ- રિગંણનું એકને એક શાક ખાયને કંટાળ્યા છો તો હવે ટ્રાય....

કિચન ટિપ્સઃ- રિગંણનું એકને એક શાક ખાયને કંટાળ્યા છો તો હવે ટ્રાય. કરો આ રિંગણનો લીલા લસણીયા છૂંદો

સાહિન મુલતાનીઃ-

રિંગણ બટાકાનું શાક આપણા માટે સામાન્ય છે,રિંગણનું શાક તો સૌ કોઈ ખાય છે પણ જો હવે રિગંણની એકને એક વસ્તુ ખાઈને કંટાળ્યા છો તો આજે ભરથા સ્ટાઈલમાં લીલા મરચા અને રિંગણનું એક નવું શાક શીખીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હશે.

સામગ્રી

  • 2 નંગ – ભરથાના રિંગણ
  • 6 થી 7 નંગ – લીલા મરચા
  • 200 ગ્રામ – લીલી ડુંગળી જીણી સમારેલી
  • 2 કળા  – છોલેલું  લસણ
  • 1 કપ- લીલુ લસણ જીણી સમારેલું
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 1 વાટકી – જીણા સમારેલા લીલા ઘણા
  • 2 ચમચી- તેલ
  • 1 ચમચી – જીરું

સૌ પ્રથમ રિંગણ પર તેલ લગાવી દો અને તેને ઘીમી આંચ પર બધી તરફ શેકીલો,

આ રીતે લીલા મરચાને પણ ગેસ પર શેકીલો,

હવે રિંગણની છાલ કાઢીને રિંગણને ચમચા વડે ક્રશ કરીલો

હવે એક ખાંડણીમાં શેકલા મરચા, સુકુ લસણ, જીરુ ,લીલ ડુંગળી, લીલા ઘણા .મીઠું લઈલો અને તેને  બરાબર ખાંડણીમાં દસ્તા વડે ખાંડીલો

હવે આ પેસ્ટને શેકેલા રિંગણના છુંદામાં એડ કરીદો અને લીલું જીણું સમારેલું સલણ પણ નાખઈ દો અને ઉપરથી 2 ચમચી શીગંતેલ અથવા દેશી ઘી નાખી મિક્સ કરીદો ,તૈયાર છે લીલો રિંગણનો છુંદો રોટલા રોટલી કે ખીચડી સાથે ખાઈ શકો છો.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img