Homeગુજરાતીઅજય દેવગનની ફિલ્મ 'ભોલા'નું ટિઝર આઉટ - અભિનેતાની હાથમાં ભગવદ્ ગીતા સાથે...

અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’નું ટિઝર આઉટ – અભિનેતાની હાથમાં ભગવદ્ ગીતા સાથે શાનદાર એન્ટ્રી. ટ્વિટર પર શેર કર્યું ટિઝર

  • અજય દેવગનની ફિલ્મ ભોલાનું ટિઝર રિલીઝ
  • એભિનેતાએ ટ્વિટર પર ટિઝર શેર કર્યુ

મુંબઈઃ- તાજેતરમાં બોલીવૂડના એક્ટર એજય દેવગન તેમની ફિલ્મ ‘દ્ર્શ્યમ 2′ ને લઈને ખૂબ ચર્ચામાં છે,આ ફિલ્મ દ્ર્શ્યમનો બીજો ભાગ છે જે સિનેમાઘરોમાં ઘૂમ મચાવી રહ્યો છે,ફિલ્મે રિલીઝ થયાના થોડા જ દિવસોમાં કરોડોની કરી લીધી છે. ત્યારે હવે અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘ભોલા’ પણ ચર્ચામાં છવાયેલી જોવા મળે છે,વિતેલા દિવસને સોમવારે આ ફિલ્મનું મોસન પોસ્ટર રલીઝ કરવામાં આવ્યું હતું  ત્યારે હવે આજરોજ બુધવારે ફિલ્મનું ટિઝર રિલીઝ કરાયું છે.

અભિનેતા અજયદેવગને પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ ભોલે ફિલ્મનું ટિઝર શેર કર્યું છે,ટિઝરનો આરંભ  લખનૌના એક અનાથાશ્રમથી થાય છે, જ્યા એક બાળકી જોવા મળે છે જેને કોઈ મળવા આવવાનું હોય છે બાળકીનું નામ જ્યોતિ બતાવામાં આવ્યું છે તેના મનમાં એનક સવાલ હોય છે કે તેને આખરે કોણ મળવા આવી રહ્યું છે.

બીજી તરફ અભિનેતા જેલમાં શ્રી મદભગવદ ગીતા લઈને બેસ્યા હોય તેવી શાનદાર એન્ટ્રી ટિઝરમાં જોવા મળી છે.ફિલ્મનું ટિઝર જોતા અંદાજો આવી શકે છે કે ફઇલ્મ એક્શનથી ભરપુર હશે.જ્યોતિ નામની બાળકી સાથે શું સબંધ હશે અને તેને મળવા આવનાર નો તે તો હવે ટ્રેલર રિલીઝ થયા પછી જ જાણી શકાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular