Homeગુજરાતીએક કાર ચાલક પોતાની કારને હાઇવે પર ચાલતા બે વાહનોની વચ્ચેથી કેવી...

એક કાર ચાલક પોતાની કારને હાઇવે પર ચાલતા બે વાહનોની વચ્ચેથી કેવી રીતે બહાર કાઢે છે,જુઓ આ વાયરલ વિડીયોમાં

સોશિયલ મીડિયા પર દરરોજ એકથી વધુ સ્ટંટ વીડિયો વાયરલ થાય છે. આમાંથી કેટલાકને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં આવા જ એક સ્ટંટ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.આમાં એક કાર ચાલક પોતાની કારને હાઇવે પર ચાલતા બે વાહનોની વચ્ચેથી એવી રીતે બહાર કાઢે છે કે,તમે પણ દંગ રહી જશો.આ વીડિયો જોયા પછી તમે પણ આ વ્યક્તિની ડ્રાઇવિંગ સ્કીલના દિવાના થઈ જશો.

માત્ર 8 સેકન્ડની આ ક્લિપ જોઈને લોકો વિચારી રહ્યા છે કે,આ કાર ચાલકે આવું પરાક્રમ કેવી રીતે કર્યું.વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાઈવે પર ઘણા વાહનો ખૂબ જ ઝડપે દોડી રહ્યા છે. ત્યારે બીજી કાર તેજ ગતિએ રોડ પર આવતી જોવા મળે છે.પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવું થાય છે, જેને જોઈને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે.કાર ચાલક બે વાહનોની વચ્ચેથી ઝડપથી પસાર થાય છે અને તે પણ બે પૈડાં પર કાર ચલાવતા.આ વીડિયો ખરેખર આશ્ચર્યજનક છે.કારણ કે, થોડી ભૂલ અને તેની સાથે અન્ય બે વાહનોમાં બેઠેલા લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે.

https://twitter.com/ViciousVideos/status/1594347332274999299?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1594347332274999299%7Ctwgr%5E3c0728be93121dfae00e9b50bf37a06579caf895%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fviral-video-shows-car-driver-performing-amazing-stunt-on-highway-au221-1573363.html

આ અદ્ભુત સ્ટંટ વીડિયો ટ્વિટર પર @ViciousVideos હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે.એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, હું વિશ્વાસ નથી કરી શકતો. મેં આ વિડીયો ઘણી વખત જોયો છે.જ્યારે અન્ય યુઝરે લખ્યું છે કે, ઓ ભાઈ! કોણ છે આ જેમ્સ બોન્ડ? અન્ય એક યુઝર કહે છે કે, એક ક્ષણ માટે તે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસના સીન જેવું લાગ્યું.પરંતુ આ વ્યક્તિ અદ્ભુત નીકળ્યો.શું અદભૂત ડ્રાઇવિંગ સ્કીલ.એકંદરે કાર ચાલકે સૌને વિચારતા કરી દીધા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments