Homeગુજરાતીઅભિનેતા રણબીર કપૂર બનશે મશહુર સિંગર ‘કિશોર કુમાર; - તેમની બાયોબિકમાં લીડરોલ...

અભિનેતા રણબીર કપૂર બનશે મશહુર સિંગર ‘કિશોર કુમાર; – તેમની બાયોબિકમાં લીડરોલ પ્લે કરશે

  • રણબીર કપૂર બનશે કિશોર કુમાર
  • મશહુર સંગીતકાર કિશોર કિમારની બાયોપિકમાં કરશે કામ

મુંબઈઃ- બોલિવૂડમાં અનેક જાણીતા લોકોની બાયોપિક બની છે ક્રિકેટરથી લઈને એક્ટરની બાયોપિક બની ચૂકી છે ત્યારે હવે મશહુર એવરગ્રીન સિંગર કિશોર કુમારની બાયોપિક બનવાની તૈયારી જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે આ બાયોપિકમાં લીડરોલ રણબીર કપૂર કરતા જોવા મળશે.

જાણકારી પ્રમાણે રણબીરની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો એક નામ  ‘કિશોર કુમાર બાયોપિક’નું આવે છે. અભિનેતા રણબીર કપૂર આ ફિલ્મમાં કિશોર કુમારની ભૂમિકા ભજવવાનો છે. ફિલ્મ બનવાની હજી શરૂ થઈ નથી અને તેથી ચાહકોમાં ફિલ્મને લઈને ઘણી મૂંઝવણ છે. જો કે આ ફિલ્મને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે રણબીર કપૂર ફિલ્મમાં કિશોર કુમારની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.

રણબીર કપૂરને તાજેતરમાં જ ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કા’ના પ્રમોશનલ ઈવેન્ટમાં ‘કિશોર કુમાર બાયોપિક’ વિશે પૂછવામાં આવ્યું હતું. રણબીરના જવાબ સાથે, એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે અભિનેતા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હશે.રણબીર કપૂરે  જણાવ્યું હતું કે તે છેલ્લા 11 વર્ષથી નિર્દેશક અનુરાગ બાસુ સાથે કિશોર કુમારની બાયોપિક પર કામ કરી રહ્યો છે અને હાલમાં તે લેખન તબક્કામાં જોવા મળે છે. રણબીરે કહ્યું કે તેને આશા છે કે ‘સંજુ’ પછી આ તેની આગામી બાયોપિક હશે. 
spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img