- રામાયણ ફરીથી થશે પ્રસારિત
- દર્શકોની માંગ પર ફરીથી રામાયણ જોવા મળશે
દિલ્હીઃ- તાજેતરમાં રામાયણ પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મના ડાયલોગ્સ દર્શકોને પસંદ આવ્યા ન હતા ફિલ્મનો વિરોધ પણ થયો હતો અને આ દિવસોમાં જૂની રામાયણ ચર્ચામાં આવી હતી ત્યારે હવે જૂની જાણતી રામાનંદની રાયણ મેકર્સે ફરી ટેલિવિઝન પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે.
આ રામાયણના જો પાત્રની વાત કરવામાં આવે તો ભગવાન રામ તરીકે અરુણ ગોવિલ, સીતા તરીકે દીપિકા ચિખલિયા, હનુમાન તરીકે દારા સિંહ અને લક્ષ્મણ તરીકે સુનિલ લહેરી સહિત ‘રામાયણ’ના મહાન કલાકારોના અદ્ભુત અભિનયનો અનુભવ કરાવે છે જે દર્શકોમાં એક ભગવાનની છબી બનીને વસી ગયા છે.


