1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. UP અને ગુજરાત દેશના બે શક્તિશાળી એન્જિન છે, આર્થિક વિકાસને ટેકો આપ્યો છે, ઋષિકેશ પટેલ
UP અને ગુજરાત દેશના બે શક્તિશાળી એન્જિન છે,  આર્થિક વિકાસને ટેકો આપ્યો છે, ઋષિકેશ પટેલ

UP અને ગુજરાત દેશના બે શક્તિશાળી એન્જિન છે, આર્થિક વિકાસને ટેકો આપ્યો છે, ઋષિકેશ પટેલ

0
Social Share

ગાંધીનગરઃ  નવી દિલ્હીમાં કર્ટેન રેઈઝર ઈવેન્ટની સફળતા બાદ, મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ, જાપાન, યુરોપ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ અને દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ-શૉ પછી, વાઈબ્રન્ટ ગુજરાત 2024 પ્રતિનિધિમંડળે સફળતાપૂર્વક લખનઉ રોડ શૉનું સમાપન કર્યું. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી  ઋષિકેશ પટેલે આ રોડ શૉનું નેતૃત્વ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ અને ગુજરાત દેશના બે શક્તિશાળી એન્જિન છે, અને બંને રાજ્યોએ પ્રાગૈતિહાસિક સમયથી રાષ્ટ્ર માટે યોગદાન આપ્યું છે અને ભારતના સતત આર્થિક વિકાસને ટેકો આપ્યો છે. “આજના સંદર્ભમાં ભૌગોલિક રીતે એકબીજાથી દૂર હોવા છતાં, બંને રાજ્યો ઘણા મુખ્ય પાસાઓ પર મજબૂત રીતે જોડાયેલા છે.” તેમણે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથજીના નેતૃત્વમાં રાજ્ય વિકાસની નવી વ્યાખ્યા લખી રહ્યું છે. વિવિધ ક્ષેત્રોમાં રાજ્યમાં વિકાસથી લોકોના જીવનમાં 360-ડિગ્રી આમૂલ પરિવર્તન આવ્યું છે

લખનઉ રોડ શૉમાં ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે  વિવિધ સંસ્થાઓના વડાઓ સાથે વન-ટુ-વન મીટિંગો કરી હતી જેમાં, આરએસપીએલ ગ્રુપના સીઈઓ  ટીંકુ છાબરા, વી ગાર્ડના સીઓઓ  રામચંદ્રન વેંકટરામન, સનસોર્સ એનર્જીના  સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ  પંકજ વર્મા, લ્યુમિનસના એમડી અને સીઈઓ સુશ્રી પ્રીતિ બજાજ, ફેલિક્સ હોસ્પિટલના ચેરમેન ડૉ. ડી.કે. ગુપ્તા, એરિશા ઇ મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પરમિન્દર સિંહ બાવેજા, ઉષા બ્રેકો લિ.ના મેનેજિંગ ડિરેક્ટર  અપૂર્વ ઝાવર, ફોર્સ્ટા મેડટેકના સ્થાપક અને એમડી  મોનિશ ભંડારી, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના પ્રમુખ   રાજ પ્રકાશ વ્યાસનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મંત્રી  ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સાથે મળીને કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દેશ અને રાજ્યોના વિકાસ માટે સાથે મળીને કામ કરતા રહેશે. 2018માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) જેવી યોજનાઓ અંગે વાત કરી હતી, જેમાં દેશના સ્થાનિક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત પરંપરાગત ઉત્પાદનો અને રોજગારને પ્રોત્સાહન આપવા તેમજ નિકાસને વેગ આપવા માટે અપાર સંભાવનાઓ રહેલી છે.

તેમણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના મહત્વ અને છેલ્લા 20 વર્ષમાં ગુજરાતની વિકાસ યાત્રામાં આ સમિટે ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, “વાયબ્રન્ટ ગુજરાતની સફળતા તેની વિકાસયાત્રા પરથી પણ સમજી શકાય છે. વર્ષ 2003માં, લગભગ 100 જેટલાં જ સહભાગીઓ અને પ્રતિનિધિઓ આ સમિટ સાથે જોડાયા હતા. તે ખૂબ જ નાની ઘટના હતી અને આજે આ સમિટમાં 42,000 થી વધુ સહભાગીઓ અને પ્રતિનિધિઓ ભાગ લે છે. 2003માં આ સમિટમાં માત્ર થોડા જ દેશોએ ભાગ લીધો હતો અને આજે લગભગ 135 દેશો તેમાં ભાગ લે છે.” તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાત રાજ્ય વેપારની સાથે સાથે કૃષિ અને નાણા ક્ષેત્રનું પણ હબ બન્યું છે. 21મી સદીમાં ગુજરાતે પોતાની ઓળખ ઔદ્યોગિક અને માઇનિંગ ઇકોસિસ્ટમ તરીકે વિકસિત કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code