Homeગુજરાતીગુજરાતલોકસભાની ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપવા જિલ્લા વિકાસ અધિકારીઓનો તાલીમ વર્કશોપ યોજાયો

લોકસભાની ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપવા જિલ્લા વિકાસ અધિકારીઓનો તાલીમ વર્કશોપ યોજાયો

ગાંધીનગરઃ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યભરના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓનો તાલીમ વર્કશૉપ યોજાયો હતો. લોકસભા ચૂંટણીમાં ખર્ચ નિરીક્ષણના ડિસ્ટ્રીક્ટ નોડલ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલા જિલ્લા વિકાસ અધિકારીઓને એક્સાઈઝ, ઈન્કમટેક્સ, ખર્ચ નિરીક્ષણ તથા તેને સંલગ્ન કામગીરી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ IT પ્લેટફોર્મ્સ અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સંદર્ભે તમામ પ્રકારના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી-2024  દરમિયાન વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર સહિતના ખર્ચ કરવામાં આવશે. જેના હિસાબો અને ખર્ચ નિરીક્ષણ અંગે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરના જિલ્લા વિકાસ અધિકારીઓને ખર્ચ નિરીક્ષણ માટેના ડિસ્ટ્રીક્ટ નોડલ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચૂંટણીઓના સુચારૂ, પારદર્શી અને ન્યાયી સંચાલન માટે ઉમેદવાર તથા પક્ષો દ્વારા કરવામાં આવનાર ખર્ચ તથા તેના હિસાબો અંગે પોલીસ અને એક્સાઈઝના સ્ટેટ નોડલ ઑફિસર નરસિમ્હા કોમાર, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય, ઈન્કમટેક્સના નોડલ ઑફિસર શ્રીમતી પૂજા પારેખ તથા નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર ડૉ. સુપ્રિયા ગાંગુલી દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવ્યા હતા. સાથે જ ખર્ચ નિરીક્ષણ સહિતની કામગીરી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા IT પ્લેટફોર્મ્સના ઉપયોગ અંગે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના IT તજજ્ઞ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) ની અમલવારી માટે પણ જિલ્લા વિકાસ અધિકારીઓને TIP નોડલ ઑફિસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત ગત ચૂંટણીમાં ઓછું મતદાન ધરાવતા મતવિસ્તારોમાં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો કરવા અંગે ચર્ચા કરી મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img