Homeગુજરાતીગુજરાતઅમદાવાદના સિન્ધુભવન રોડ પર પૂરફાટ ઝડપે આવેલી થારએ બાઈકને ટક્કર મારતા યુવાનનું...

અમદાવાદના સિન્ધુભવન રોડ પર પૂરફાટ ઝડપે આવેલી થારએ બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત

અમદાવાદઃ  શહેરમાં એસજી હાઈવે તેમજ સિન્ધુભવન રોડ પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં સિન્ધુભવન રોડ પર વધુ એક અકસ્માતો સર્જાયો હતો. રાત્રે બે વાગ્યે પૂરફાટ ઝડપે આવેલી થારએ બાઈકને અડફેટે લેતા બાઈકસવાર સગીરનું મોત નિપજ્યું હતું. થારકારનો ચાલક અકસ્માત બાદ નાસી ગયો હતો. અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યો હતો. અને પોલીસ અને 108 સેવાને જાણ કરી હતી. પોલીસે કારના નંબરના આધારે ત્વરિત તપાસ કરીને થારકાર ચાલક નબીરાને પકડી પાડ્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરના સિન્ધુભવન રોડ પર થાર કારના ચાલકે બાઇકસવાર સગીરને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે કારની નંબરપ્લેટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે ​​​​​​ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. થારનો ચાલક પ્રેમ મુકેશભાઈ માળી (ઉ,વ.21) બનાસકાંઠાના ડીસાનો વતની છે. અને હાલ ગુલબાઈ ટેકરા નજીક પાસપોર્ટ ઓફિસ ચાર રસ્તા પાસે એક ફ્લેટમાં પીજીમાં રહે છે. અને સાબરમતી યુનિવર્સિટીમાં MBAના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. પ્રેમએ તેના મિત્ર મયૂરસિંહ ટાંક પાસેથી 7 માર્ચના રોજ થારકાર ચલાવવા માટે લીધી હતી. શિવરાત્રિએ રાત્રિના 1.32 વાગ્યે પ્રેમને તેના મિત્ર દિવ્યાંગ પટેલનો ફોન આવ્યો હતો, પ્રેમને નાસ્તો કરવા માટે તાજ હોટેલની સામે સિંધુભવન રોડ ઉપર બોલાવ્યો હતો, આથી પ્રેમ થાર લઈને સિંધુભવન રોડ તાજ હોટેલ પાસે જતો હતો એ વખતે રાતના બે વાગ્યે અકસ્માત થયો હતો. પૂરફાટ ઝડપે થાર હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈકને ટક્કર મારી હતી અને બાઈકસવારનું મોત નિપજ્યું હતુ.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના  સિંધુભવન રોડ પર જયદીપ વિપુલભાઈ સોલંકી નામનો સગીર મિત્રની બાઈક લઈને સિંધુભવન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઓર્નેટ પાર્ક ચાર રસ્તા પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે પૂરઝડપે કાર હંકારી બાઈકસવાર યુવકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી કાર મૂકીને નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે રાહદારીઓનાં ટોળેટોળાં ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. આ અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા જયદીપ સોલંકીને સારવાર અર્થે બોપલ ટ્રોમા સેન્ટર ખાતે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જોકે પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments