Homeગુજરાતીગુજરાતગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનના પારામાં આંશિક ધટાડો

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનના પારામાં આંશિક ધટાડો

અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી પરી છે. દરમિયાન બે દિવસથી ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનના પારામાં આંશિક ધટાડો થયો છે. અમરેલીમાં સૌથી વધુ 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 39.5 ડિગ્રી તાપમાનનો પારો રહ્યો હતો. તો બીજી તરફ કચ્છ, પોરબંદર અને ગીર-સોમનાથમાં તાપમાનનો પારો વધવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન કચ્છ, પોરબંદર અને ગીર-સોમનાથમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img