1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણી ખતમ, હાઇવે પર મુસાફરી હવે મોંઘી, ટોલટેક્સમાં વધારો આજથી લાગું
ચૂંટણી ખતમ, હાઇવે પર મુસાફરી હવે મોંઘી, ટોલટેક્સમાં વધારો આજથી લાગું

ચૂંટણી ખતમ, હાઇવે પર મુસાફરી હવે મોંઘી, ટોલટેક્સમાં વધારો આજથી લાગું

0
Social Share

હવે નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને આજથી વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ દરોમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું

નેશનલ હાઈવે યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે આ વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો. વાર્ષિક રિવિઝન સરેરાશ પાંચ ટકાની રેન્જમાં હોવાની શક્યતા છે.નવા દર 3 જૂન, 2024થી લાગુ થશે. ટોલ ચાર્જિસમાં આ ફેરફાર જથ્થાબંધ ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવાના ફેરફારો સાથે જોડાયેલા દરોમાં સુધારો કરવાની વાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે.

એપ્રિલ 2024માં માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયને મોકલવામાં આવેલા પત્રમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, વિજળીના ટેરિફ પર નિર્ણય લેવા માટેની જરૂરી પ્રક્રિયા રાજ્ય નિયમનકારી આયોગ દ્વારા ચાલુ રાખી શકાય છે. જો કે, ટેરિફનો નિર્ધારણ 2024 પછી કરવામાં આવશે.

1100 ટોલ પ્લાઝા પર 3 થી 5 ટકાનો વધારો

NHAIના એક અધિકારીએ જણાવ્યું કે, સોમવારથી લગભગ 1100 ટોલ પ્લાઝા પર ટોલના દરમાં 3 થી 5 ટકાનો વધારો કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી ટોલ પ્લાઝા પર ફી વધારો રાજકીય મુદ્દો બની રહ્યો છે. ફી વધારવા અંગે NHAI દ્વારા દલીલ કરવામાં આવી હતી કે દેશમાં રોડ પ્રોજેક્ટના વિસ્તરણ માટે તે મહત્વપૂર્ણ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code