1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ હેલિકોપ્ટરથી બનાવ્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વીડિયો, ટ્વિટર પર શેયર કરીને લખી આ વાત
પીએમ મોદીએ હેલિકોપ્ટરથી બનાવ્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વીડિયો, ટ્વિટર પર શેયર કરીને લખી આ વાત

પીએમ મોદીએ હેલિકોપ્ટરથી બનાવ્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વીડિયો, ટ્વિટર પર શેયર કરીને લખી આ વાત

0
Social Share
  • આજે પીએમ મોદી થયા 69 વર્ષના
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું હેલિકોપ્ટરથી કર્યું નિરીક્ષણ
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો બનાવ્યો પીએમએ વીડિયો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જન્મદિવસની શરૂઆતમાં ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી તથા નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધનું નિરીક્ષણ કર્યું હતું. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ગણાતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ ગત વર્ષ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કર્યું હતું. તેણે પોતાના હેલિકોપ્ટરથી પ્રતિમાનો વીડિયો પણ બનાવ્યો અને લખ્યું કે થોડીક વાર પહેલા કેવડિયા પહોંચ્યો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર એક નજર નાખો, મહાન સરદાસ પટેલને ભારતની શ્રદ્ધાંજલિ.

નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધના ઉચ્ચત્તમ સ્તર 138.62 મીટર સુધી પાણી ભરાવવાના પ્રસંગે ગુજરાત સરકારે નમામિ નર્મદા સમારંભનું આયોજન કર્યું છે. આમા સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે કેવડિયા પહોંચ્યા હતા. 2017માં જળાશયની ઊંચાઈ વધારવામાં આવી હતી. તેના પછી આ પહેલીવાર છે કે જ્યારે રવિવારે સાંજે બંધમાં પાણી તેના ઉચ્ચત્તમ સ્તર 138.68 મીટર સુધી પહોંચ્યું છે.

નર્મદા નદીમાં આવેલા પાણીનું સ્વાગત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બંધના સ્થળ પર પૂજા કરી હતી. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અન બંધની નજીક ચાલી રહેલી ઘણી વિકાસ પરિયોજનાઓનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું.

એક અધિકારીએ કહ્યુ છે કે આ યોજનાઓમાં રિવર રાફ્ટિંગ, જંગલ સફારી પાર્ક, બટરફ્લાય પાર્ક અને એકતા નર્સરી સામેલ છે. વડાપ્રધાન ખાલવાની સફારીમાં ઈકો ટૂરિઝ્મ સ્થાન પર પણ પહોંચ્યા અને કદાચ તેમણે ત્યાં હરણ જોયા. તે નર્મદા તટ પર વસેલા ગરુડેશ્વર ગામમાં દત્ત મંદિરના દર્શને પણ ગયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code