Homeગુજરાતીબિહાર ચૂંટણીઃ નિતીશ કુમારની પાર્ટી JDU એ 51 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

બિહાર ચૂંટણીઃ નિતીશ કુમારની પાર્ટી JDU એ 51 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

પાટણા: બિહારના રાજકારણમાં ગરમાવા વચ્ચે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) માં બેઠક વહેંચણી બાદ ચાલુ તણાવ વચ્ચે આજે મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 51 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મંત્રી શ્રવણ કુમાર, વિજય કુમાર ચૌધરી, મહેશ્વર હજારી જેવા દિગ્ગજ નેતાઓના નામો શામેલ છે. ઉપરાંત અનંત સિંહ પણ જેડીયુની ટિકિટ પર પોતાનું નામંક્ન દાખલ કરી ચૂક્યા છે અને તેમનું નામ પણ યાદીમાં છે.

જનતા દળ (યુનાઇટેડ)ના કાર્યકારી અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સંજય કુમાર ઝા એ જણાવ્યું કે, જેડીયુની પ્રથમ યાદી આજે જાહેર કરવામાં આવી છે અને બીજી યાદી એક-બે દિવસમાં જાહેર કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર 16 ઓક્ટોબરથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. “સ્થિતિની યોગ્ય સમીક્ષા કર્યા પછી જ પ્રથમ યાદી જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,” એમ પણ તેમણે ઉમેર્યું હતું.

સંજય ઝાએ વિપક્ષ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “વિપક્ષ હજી બેઠક વહેંચણીનો નિર્ણય લઈ શક્યો નથી, જ્યારે NDA સંપૂર્ણપણે એકજૂટ છે.” તેમણે કહ્યું કે બિહારના લોકો ડબલ એન્જિન સરકારનો લાભ જોઈ રહ્યા છે અને હવે પાછું વળીને જોવા નથી માંગતા. જેડીયુનું મુખ્ય લક્ષ્ય નીતિશ કુમારના નેતૃત્વમાં સરકાર બનાવવાનું અને બિહારના વિકાસને વેગ આપવાનું છે.

ઝાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ એક કરોડ યુવાનોને રોજગાર અથવા નોકરી આપવાનો વાયદો કર્યો છે, જે પૂરો કરવામાં આવશે. બિહારમાં ઘણા મહત્વપૂર્ણ સિક્સ-લેન હાઈવે પ્રોજેક્ટ્સ અને વિકાસનાં મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેને સમયસર પૂર્ણ કરાશે. જેડીયુમાં આંતરિક વિવાદના પ્રશ્ન પર સંજય ઝાએ કહ્યું કે, “પાર્ટીમાં કોઈ આંતરિક તણાવ કે મતભેદ નથી, દરેક નિર્ણય નીતિશ કુમારની સંમતિથી જ લેવાય છે. તેઓ લોકશાહી સ્વભાવના નેતા છે, તાનાશાહી વલણ ધરાવતા નથી.”

તેમણે દાવો કર્યો કે આ વખતે NDAને અતિપ્રચંડ બહુમત મળશે અને 2010નો રેકોર્ડ પણ પાછળ રહી જશે. “વિપક્ષને ખબર છે કે લોકોનો મૂડ શું છે, ખાસ કરીને મહિલાઓ અને યુવાનોમાં NDA માટે અનુકૂળ વાતાવરણ છે,” એમ ઝાએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે કેટલાક લોકો ખોટી અને એજન્ડા આધારિત અફવાઓ ફેલાવી રહ્યા છે, પણ જનતા સાચું જાણે છે અને NDA ઉપર વિશ્વાસ રાખી રહ્યાં છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img