1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ વિભાગનો ન્યાયપાલિકાનુ અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતોઃ શિક્ષણ મંત્રી
શિક્ષણ વિભાગનો ન્યાયપાલિકાનુ અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતોઃ શિક્ષણ મંત્રી

શિક્ષણ વિભાગનો ન્યાયપાલિકાનુ અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતોઃ શિક્ષણ મંત્રી

0
Social Share

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: NCERTની ધો-8ની બુકમાં ન્યાયપાલિકા મામલે પાઠને લઈને વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. તેમજ આ મામલે સુપ્રીમકોર્ટે નારાજગી વ્યક્ત કરીને મહત્વના નિર્દેશ કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, જે કંઈ થયું છે તેને લઈને દુખ થયું છે. તેમજ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ન્યાયપાલિકાનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો.

તેમણે સ્પષ્ટતા કરી છે કે, શિક્ષા વ્યવસ્થામાં સંસ્થાઓનું સમ્માનનું પુરુ ધ્યાન રાખવામાં આવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મામલાની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તેમજ કોઈ પણ પ્રકારની ભૂલ મળશે તો આવશ્યક સુધાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વોન્ટેડ ભાગેડુ અનિલ કુમાર રેડ્ડી યેદુલાને UAEથી સફળતાપૂર્વક પરત લવાયો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code