1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. સમર સ્પેશિયલ હેલ્ધી અને રિફ્રેશિંગ ફુદીના આઈસ્ક્રીમ, જાણો રેસીપી
સમર સ્પેશિયલ હેલ્ધી અને રિફ્રેશિંગ ફુદીના આઈસ્ક્રીમ, જાણો રેસીપી

સમર સ્પેશિયલ હેલ્ધી અને રિફ્રેશિંગ ફુદીના આઈસ્ક્રીમ, જાણો રેસીપી

0
Social Share

રેસીપી, 26 માર્ચ 2026: ઉનાળા શરૂ થઇ ગયો છે, બાળકોના વેકેશન પણ શરૂ થઇ ગયા છે, અસહ્ય ગરમીમાં બાળકોથી મોટા બધાને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય છે, જેમાં  આઈસ્ક્રીમ ખાવાની બધાને મજા પડે છે, અને બજારમાં અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમની ડિમાન્ડ વધવા લાગે છે.

પરંતુ બજારના મોંઘા આઇસ્ક્રીમ કરતા તમે ઘરે કેમિકલ ફ્રી નેચરલ આઈસ્ક્રીમ બનાવી શકો છો, ઉનાળામાં ફુદીનો ખાવો ઠંડો માનવામાં આવે છે, ફૂદિનામાંથી આઈસ્ક્રીમ બનાવી તમે ખાઈ શકો છો જે જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે અહીં જાણો ટેસ્ટી ફુદીના આઈસ્ક્રીમ રેસીપી.

ફુદીના આઈસ્ક્રીમ રેસીપી

સામગ્રી

2 કપ નારિયેળનું દૂધ

1 કપ કાજુ

1/3 કપ મધ

1/3 કપ તાજા ફુદીનાના પાન

1/4 ચમચી મીઠું

1/2 કપ ચોકલેટ ચિપ્સ

ફુદીના આઈસ્ક્રીમ બનાવાની રીત

સૌ પ્રથમ બધી સામગ્રી જેમ કે 2 કપ નારિયેળનું દૂધ,1 કપ  કાજુ,1/3 કપ મધ, 1/3 કપ તાજા ફુદીનાના પાન અને 1/4 ચમચી મીઠું નાખીને હાઇ સ્પીડ બ્લેન્ડરમાં ઉમેરો.

હવે તે બેટર સ્મૂધ અને ક્રીમી થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. આઈસ્ક્રીમ મિશ્રણને એક પેનમાં રેડો અને પછી ચોકલેટના ટુકડા ઉમેરો.

આઈસ્ક્રીમને હવે 6-7 કલાક માટે જામી જાય ત્યાં સુધી પેનને ફ્રીઝરમાં મૂકો અને પછી સ્કૂપ કરો અને સર્વ કરો!

સોફ્ટ સર્વ આઈસ્ક્રીમ માટે આઈસ્ક્રીમ મિશ્રણને આઈસ્ક્રીમ મોલ્ડમાં રેડો અને ફ્રીઝરમાં જામી જાય ત્યાં સુધી મૂકી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code