1. Home
  2. ગુજરાતી
  3. ઈંધણના ભાવ ફરીથી વધ્યાં, પેટ્રોલના ભાવમાં રૂ. 2.60 અને ડીઝલમાં 2.80નો વધારો
ઈંધણના ભાવ ફરીથી વધ્યાં, પેટ્રોલના ભાવમાં રૂ. 2.60 અને ડીઝલમાં 2.80નો વધારો

ઈંધણના ભાવ ફરીથી વધ્યાં, પેટ્રોલના ભાવમાં રૂ. 2.60 અને ડીઝલમાં 2.80નો વધારો

0
Social Share

નવી દિલ્હી, 25 મે 2026: મિડલ ઈસ્ટમાં ચાલતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સપ્લાય લાઇન ખોરવાવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 104 ડોલરને પાર પહોંચી ગયું છે. આ વૈશ્વિક દબાણના કારણે ભારતમાં આજે પેટ્રોલમાં 2.60 રૂપિયા અને ડીઝલમાં 2.80 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે પણ વૈશ્વિક સ્તરે યુદ્ધ કે તણાવ થાય છે, ત્યારે તેની સીધી અસર કાચા તેલ પર પડે છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઈલ આયાત કરે છે. આમ છતાં, કેન્દ્ર સરકારે લીધેલા મજબૂત આર્થિક પગલાંઓને કારણે ભારતીય ગ્રાહકો વૈશ્વિક સ્તરે થઈ રહેલા ભયાનક ભાવવધારાથી ઘણા અંશે સુરક્ષિત રહ્યા છે.

મિડલ ઈસ્ટ સંકટ દરમિયાન વિશ્વના અન્ય દેશોમાં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે, જ્યારે ભારતમાં સરકારી ઓઈલ કંપનીઓએ લાંબા સમય સુધી નુકસાન વેઠીને પણ કિંમતોને નિયંત્રણમાં રાખી હતી. તાજેતરના અહેવાલો મુજબ વૈશ્વિક કટોકટી દરમિયાન અન્ય દેશોની સરખામણીમાં ભાવવધારો જોવા મળ્યો છે. પાકિસ્તાનમાં 54 ટકા, અમેરિકામાં 45 ટકા, યુકેમાં 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની આગ ભભૂકી રહી છે… વૈશ્વિક બજારમાં કાચું તેલ આસમાને છે… અને આખી દુનિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવે હાહાકાર મચાવ્યો છે! આજે ભારતમાં પેટ્રોલ રૂ. 101.66 અને ડીઝલ રૂ. 97.78 એ પહોંચ્યું છે. સામાન્ય ભાવવધારાથી કદાચ તમને આંચકો લાગ્યો હશે, પણ જરા વૈશ્વિક ચિત્ર જુઓ, ભારત સરકારે આપણને કેવડી મોટી આફતથી બચાવીને રાખ્યા છે!

જો પાકિસ્તાન, અમેરિકા અને યુકેના આજના પેટ્રોલ-ડીઝલના ભાવોને ભારતીય રૂપિયાના હિસાબે જોઈએ તો તમારા હોશ ઉડી જશે! પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી કાબૂ બહાર છે, ત્યાં જનતા આજે ભારતીય રૂપિયાના હિસાબે આશરે રૂ. 139 પ્રતિ લીટર પેટ્રોલ ખરીદી રહી છે. વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં છેલ્લા એક જ મહિનામાં લીટર દીઠ રૂ. 12નો વધારો ઝીંકાયો છે. અને વાત કરીએ યુકે એટલે કે બ્રિટનની, તો ત્યાં સ્થિતિ સૌથી ભયાનક છે! બ્રિટનમાં લોકો આજે પેટ્રોલ માટે રૂ. 165 અને ડીઝલ માટે પ્રતિ લીટર આશરે રૂ. 199 ચૂકવી રહ્યા છે!
આ આંકડા સાબિત કરે છે કે, 85 ટકા તેલ બહારથી મંગાવવા છતાં, ભારત સરકારે ગ્રાહકોને વૈશ્વિક આંચકાથી બચાવવા માટે અદભુત આર્થિક વ્યવસ્થાપન કર્યું છે. દુનિયામાં તેલની સુનામી વચ્ચે પણ ભારતમાં કિંમતો નિયંત્રણમાં છે, જે દેશના મજબૂત નેતૃત્વ અને સાચી નીતિનું પરિણામ છે!

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય કિંમતો વધવા છતાં લાંબા સમય સુધી ભારતમાં ભાવો સ્થિર રાખ્યા હતા. આ દરમિયાન કંપનીઓએ દૈનિક આશરે રૂ. 1,000 કરોડ સુધીનું નુકસાન સહન કરીને સામાન્ય જનતા પર અચાનક મોંઘવારીનો બોજ આવવા દીધો ન હતો. અત્યારે પણ પ્રાઈવેટ રિટેલર્સ (જેમ કે શેલ) ના ભાવ સરકારી પંપ કરતા ઘણા વધારે છે, જે દર્શાવે છે કે સરકારે જનતાના હિતમાં ભાવ નિયંત્રિત રાખ્યા છે. સરકારે પહેલા જ પેટ્રોલ-ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં રૂ. 10 સુધીનો મોટો ઘટાડો કરીને ડીઝલ પરની ડ્યુટી લગભગ શૂન્ય સમાન કરી દીધી હતી. આના કારણે કેન્દ્ર સરકાર પર રૂ. 30,000 કરોડનો સીધો આર્થિક બોજ પડ્યો હતો, જેનો એકમાત્ર હેતુ નાગરિકોને રાહત આપવાનો હતો.

ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે દેશમાં અલગ-અલગ જગ્યાએ ભાવ કેમ જુદા હોય છે? તેનું મુખ્ય કારણ કેન્દ્રનો ટેક્સ નથી, પરંતુ અલગ-અલગ રાજ્યો દ્વારા વસૂલવામાં આવતો VAT (વેલ્યુ એડેડ ટેક્સ) છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં વેટનો દર પ્રમાણમાં ઓછો (આશરે 20% ની આસપાસ) હોવાથી અહીં તેલ સસ્તું છે. જ્યારે તેલંગાણા, કેરળ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વેટ 30% થી વધુ હોવાથી ત્યાં પેટ્રોલનો ભાવ રૂ. 112 ને પાર પહોંચી ગયો છે. અગાઉની સરકારો ગ્રાહકોને સસ્તું તેલ આપવા માટે ‘ઓઈલ બોન્ડ્સ’ જાહેર કરીને દેવું કરતી હતી. ૨૦૦૫ થી ૨૦૧૦ વચ્ચે આશરે રૂ. 1.34 લાખ કરોડનું દેવું કરવામાં આવ્યું હતું. વર્તમાન સરકારે આ દેવું ભવિષ્યની પેઢી પર છોડવાના બદલે પોતાના દમ પર રૂ. 1.30 લાખ કરોડથી વધુની રકમ ચૂકવીને દેશની આર્થિક સ્થિતિને મજબૂત રાખી છે.

યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓ આપણા હાથમાં નથી, પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં પણ દેશની સપ્લાય ચેઈન મજબૂત રાખવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે પૂરતો બફર સ્ટોક (60 દિવસનો ક્રૂડ સ્ટોક) ઉપલબ્ધ રાખ્યો છે. સરકારે જનતાને અપીલ કરી છે કે ગભરાઈને ક્યાંય પણ ઈંધણનો ખોટો સંગ્રહ ન કરે. વૈશ્વિક પડકારો વચ્ચે સરકારની આ આર્થિક વ્યૂહરચના દેશને મોંઘવારીના મોટા ઝટકાથી બચાવવામાં સંપૂર્ણ રીતે સફળ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code