1. Home
  2. ગુજરાતી
  3. સંયુક્ત આરબ અમીરાત બાદ હવે ઇરાક પણ ઓપેક સંગઠન છોડવાની તૈયારીમાં!
સંયુક્ત આરબ અમીરાત બાદ હવે ઇરાક પણ ઓપેક સંગઠન છોડવાની તૈયારીમાં!

સંયુક્ત આરબ અમીરાત બાદ હવે ઇરાક પણ ઓપેક સંગઠન છોડવાની તૈયારીમાં!

0
Social Share

બગદાદ, 26 જૂન 2026: વિશ્વભરમાં ખનિજ તેલ (ક્રૂડ ઓઇલ) વેચતા દેશોના શક્તિશાળી સંગઠન ઓપેકમાં ફરી એકવાર મોટો ભંગાણ થવાના સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત દ્વારા ઓપેક અને ઓપેક પ્લસથી પોતાને અલગ કર્યા બાદ, હવે આ સંગઠનના સ્થાપક સભ્ય ઇરાકે પણ બહાર નીકળવાની ગર્ભિત ચીમકી આપી છે. ઇરાક સરકારનું કહેવું છે કે જો ઓપેક દ્વારા તેમની શરતો માનવામાં નહીં આવે, તો બગદાદ આ આંતરરાષ્ટ્રીય સંસ્થામાંથી સત્તાવાર રીતે બહાર નીકળી જશે.

આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ‘રોઇટર્સ’ ના અહેવાલ મુજબ, ઇરાક તેલના વેચાણ માટેના પોતાના ‘ઓપેક કોટા’ માં મોટો વધારો ઈચ્છે છે. ઇરાક સરકારના પ્રવક્તા હૈદર અલ અબૂદીએ જણાવ્યું છે કે, ઇરાકે આગામી સમયમાં પ્રતિદિન 7 મિલિયન (70 લાખ) બેરલ તેલ ઉત્પાદન અને વેચાણનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં ઓપેકના નિયમો અનુસાર ઇરાકને પ્રતિદિન માત્ર 4 મિલિયન (40 લાખ) બેરલ તેલ વેચવાની મંજૂરી છે. યુદ્ધની પરિસ્થિતિઓ અને આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે ઇરાક પોતાની તેલ નિકાસ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવા માંગે છે, જેથી દેશની અર્થવ્યવસ્થાને ઝડપથી પાટા પર લાવી શકાય.

ઈરાન સાથેના તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની બંધ રહેવાના કારણે ઇરાકનું તેલ બજારમાં સમયસર પહોંચી શક્યું ન હતું. યુદ્ધ દરમિયાન ઇરાક પ્રતિદિન માત્ર 1 મિલિયન (10 લાખ) બેરલ તેલ જ વેચી શક્યું હતું. ઇરાકની આવકનો મુખ્ય સ્ત્રોત માત્ર ખનિજ તેલ જ હોવાથી અર્થતંત્ર પર ભારે નાણાકીય દબાણ ઊભું થયું છે. તાજેતરમાં જ ઇરાકના વડાપ્રધાને બગદાદમાં રોકાણ વધારવા અને તેલ ઉત્પાદન ક્ષમતા મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય નિર્દેશો પણ આપ્યા હતા.

  • જો ઇરાક બહાર નીકળશે તો વૈશ્વિક બજાર પર શું અસર થશે?

ઇરાક એ ઓપેકનું સ્થાપક સભ્ય છે અને આ સંસ્થાની પ્રથમ ઐતિહાસિક બેઠક ઇરાકની રાજધાની બગદાદમાં જ યોજાઈ હતી. જો ઇરાક સંગઠન છોડશે તો તેની સીધી અસરો પડી શકે છે. યુએઈ બાદ ઇરાક જેવો મજબૂત દેશ બહાર જવાથી ઓપેકનું વૈશ્વિક તેલ બજાર પરનું વર્ચસ્વ અને પકડ નબળી પડશે. ઇરાક મુક્ત રીતે તેલનું ઉત્પાદન વધારશે તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો (સપ્લાય) અચાનક વધી જશે. બજારમાં તેલની ભરમાર થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ગગડી શકે છે. તેલના ભાવ ઘટવાથી સાઉદી અરેબિયા અને ઓપેકના અન્ય સભ્ય દેશોની આવકને મોટો ફટકો પડી શકે છે. ઇરાકને જોઈને ઓપેકના અન્ય નાના સભ્યો પણ પોતાના દેશના હિતમાં સ્વતંત્ર રીતે તેલ વેચવા માટે સંગઠનમાંથી મુક્ત થવાનો માર્ગ અપનાવી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code