Homeગુજરાતીમહારાષ્ટ્ર: ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલી જાન-માલની હાનિ પર ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને...

મહારાષ્ટ્ર: ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલી જાન-માલની હાનિ પર ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

મુંબઈ, 31 જુલાઈ 2026:  Building collapse મહારાષ્ટ્રના થાણેમાં ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલી જાન-માલની હાનિ અંગે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ઉપરાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી હતી.

સોશિયલ મીડિયા પોસ્ટમાં, મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે મૃતકોના નજીકના સંબંધીઓ માટે વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ અને ઘાયલો માટે પ્રત્યેકને 50,000ની સહાય રાશિની જાહેરાત કરી હતી.

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં એક ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નારપોલીના ભંડારી કમ્પાઉન્ડમાં આવેલી ચાર માળની ‘કોહિનૂર’ ઈમારતનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આશંકા છે કે કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયેલા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.

ઇમારતને જર્જરિત જાહેર કરવામાં આવી હતી, ગ્રાઉન્ડ ફ્લોર પર કામ ચાલું હતું

ઘટના અંગે વિગતો આપતાં ભિવંડી પશ્ચિમના ધારાસભ્ય મહેશ ચોગુલેએ જણાવ્યું હતું કે, સંબંધિત ઈમારત નારપોલીના ભંડારી કમ્પાઉન્ડમાં આવેલી ‘કોહિનૂર બિલ્ડિંગ’ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઈમારતને અગાઉથી જ ‘સી-કેટેગરી’ (અત્યંત જોખમી અને જર્જરિત) જાહેર કરી હતી, જેના પગલે તેને ખાલી કરાવવામાં આવી હતી.

જોકે, ઈમારત ખાલી હોવા છતાં કેટલાક મજૂરો ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરી રહ્યા હતા. એવી આશંકા છે કે કેટલાક કામદારો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.

NDRF એ મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી

રાહત અને બચાવ કામગીરી દરમિયાન, NDRFની ટીમને મોટી સફળતા મળી છે. કાટમાળ નીચેથી એક મહિલાને જીવિત અને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. સારવાર માટે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: પૂર્વ ઝોનમાં ધોધમાર વરસાદ

સંબંધિત લેખો

Most Popular