આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ 7 વર્ષની સજા સામે સ્ટે માટે હાઈકોર્ટમાં કરી રિટ
અમદાવાદ, 4 ઓગસ્ટ 2026: AAP MLA Chaitar Vasava files a writ petition in the High Court આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન કર્મચારી સામે મારામારીના કેસમાં રાજપીપળાની કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા વસાવાએ સજા પર સ્ટે માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી 5 ઓગસ્ટે થશે.
નર્મદા જિલ્લામાં વન કર્મચારી પર હુમલાના કેસમાં સાત વર્ષની જેલની સજા ભોગવી રહેલા ચૈતર વસાવાએ સજા સામે સ્ટે આપવા માટે હાઈકોર્ટમાં રિટ કરી છે. ચૈતર વસાવાની અરજી પર હાઈકોર્ટમાં 5 ઓગસ્ટે સુનાવણી થશે. રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવાને વન કર્મચારી પર હુમલો અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં સાત વર્ષની સજા ફટકારી હતી. હવે આ સજા પર સ્ટે લેવા માટે વસાવા હાઈકોર્ટ અરજ ગુજારી છે. જિલ્લા કોર્ટની સજા પર સ્ટે માટે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. જેના પર 5 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે નર્મદા કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને સજા ફટકારી હતી. તેમના પર ફોરેસ્ટ વિભાગના અધિકારીને ઘરે બોલાવી, મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર કરવાનો આરોપ હતો. ચૈતર વસાવા સહિત અન્ય આરોપીઓ સામે આઈપીસીની કલમ 143, 14, 149, 186, 294, 353, 386 અને આર્મ્સ એક્ટની કલમ 25 મુજબ ગુના નોંધાયા હતા. નર્મદા કોર્ટે સુનાવણી બાદ ચુકાદો આપતા ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા સહિત કુલ 9 લોકોને સાત વર્ષની સજા ફટકારી હતી.


