Homeગુજરાતીભારત આફ્રિકાના સૌથી મોટા વેપાર અને રોકાણ ભાગીદારોમાંનું એક: વિદેશ મંત્રી એસ....

ભારત આફ્રિકાના સૌથી મોટા વેપાર અને રોકાણ ભાગીદારોમાંનું એક: વિદેશ મંત્રી એસ. જયશંકર

નવી દિલ્હી, 06 ઓગસ્ટ 2026: વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત આફ્રિકા સાથે એવા સહયોગની હિમાયત કરે છે જે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને પૂર્ણ કરવા માટે ત્યાંની સ્થાનિક ક્ષમતામાં વધારો કરે. ગઈકાલે નવી દિલ્હીમાં ‘આફ્રિકા દિવસ’ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે નોંધ્યું હતું કે ભારત આફ્રિકાના સૌથી મોટા વેપાર અને રોકાણ ભાગીદારોમાંનું એક છે અને ગયા વર્ષે બંને વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 93 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારત આફ્રિકામાં અગ્રણી રોકાણકારોમાંનું એક છે અને ત્યાં ભારતનું રોકાણ 80 અબજ ડોલરથી વધુ છે.

ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે આફ્રિકા સાથેના ભારતના સંબંધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2018માં યુગાન્ડાની સંસદમાં નિર્ધારિત કરવામાં આવેલા દસ સિદ્ધાંતો પર આધારિત છે. આમાં આફ્રિકાને ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સ્થાન આપવું, વેપાર અને રોકાણ માટે બજારો ખોલવા અને આફ્રિકાના વિકાસ માટે ડિજિટલ ક્રાંતિનો લાભ લેવાનો સમાવેશ થાય છે.

ડૉ. જયશંકરે એ પણ જણાવ્યું હતું કે આફ્રિકા અને વિશ્વના અન્ય ભાગોમાં આવેલા અલ્પવિકસિત દેશો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી સમિટ દરમિયાન આફ્રિકન યુનિયનને G20ની કાયમી સદસ્યતા આપવામાં આવી હતી.

વધુ વાંચો: પશ્ચિમ એશિયાથી 4,052 ભારતીય નાવિકો સુરક્ષિત રીતે પરત ફર્યા, મૃતકોના પરિવારોને મળશે 10 લાખ

સંબંધિત લેખો

Most Popular