Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં નારોલ અને ઈસનપુરમાં રિક્ષાચાલક ગેન્ગે 3 પેસેન્જરના 66.000 સેરવી લીધા

અમદાવાદમાં નારોલ અને ઈસનપુરમાં રિક્ષાચાલક ગેન્ગે 3 પેસેન્જરના 66.000 સેરવી લીધા

અમદાવાદ, 3 ઓક્ટોબર, 2026 : A gang of rickshaw pullers robbed 66,000 rupees from 3 passengers. શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રવાસીઓને શટલ રિક્ષામાં બેસાડીને લૂંટ કરતી ગેન્ગનો ત્રાસ વધતો જાય છે. ત્યારે શહેરના નારોલ અને ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ગેન્ગે 3 પ્રવાસી પાસેથી રૂપિયા 66.000 સેરવી લીધાનો બનાવ બન્યો છે, શટલરિક્ષામાં અગાઉથી પ્રવાસીના સ્વાંગમાં બેઠેલા શખસોએ પ્રવાસીને આગળની સીટ પર બેસાડીને વાતોમાં પોરવી ધક્કામુકી કરીને રોકડ રકમ સેરવી લીધી હતી. નારોલ પોલીસે બે અને ઇસનપુર પોલીસે એક ગુનો નોંધી રૂટ પરના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવની વિગત એવી છે કે, મૂળ યુપીના અને નારોલ પદમાવતીનગરમાં રહેતા અનુપ પ્રજાપતિ વતન જવા શેઠ પાસેથી ઉપાડેલા પગારના ₹30 હજાર ખિસ્સામાં મૂકી નારોલ સર્કલથી ભમ્મરિયા કૂવા જવા રિક્ષામાં બેઠા હતા. પાછળ બે ગઠિયા બેઠા હોવાથી ડ્રાઇવરે અનુપને આગળ બેસાડ્યો હતો. ગોકુલેશ પેટ્રોલ પંપ પાસે ભમ્મરિયા નહીં જવાય કહીં ઉતારી દીધા બાદ ખિસ્સું તપાસતાં રોકડ ગાયબ હોવાનું જણાતા નારોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજા બનાવમાં મૂળ બિહારના અને વટવા રહેતા ધીરજકુમાર પગારના ₹20 હજાર ખિસ્સામાં મૂકી નારોલ સર્કલથી વટવા જવા રિક્ષામાં બેઠા હતા. ચાલકે તેમને આગળ બેસાડી સરખા બેસો કહી વાતોમાં રાખ્યા હતા. પેટ્રોલ પંપ પાસે રિક્ષા બંધ પડતાં ચાલકે ધીરજ પાસે 7-8 વાર હેન્ડ પંપ મરાવ્યો હતો. રિક્ષા શરૂ થતાં જ ચાલકે તેમને ઉતારી રિક્ષા હંકારી મૂકી હતી. બાદમાં ખિસ્સામાંથી રૂપિયા ચોરાયાની જાણ થતાં નારોલ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

આ ઉપરાંત ત્રીજા બનાવમાં સુરેન્દ્રનગરના લીંબડી GEBમાં કેશિયર તરીકે ફરજ બજાવતા વાસુભાઈ પરમાર ગત 15 ઓગસ્ટે બપોરે નારોલ સર્કલથી અમરાઈવાડી જવા રિક્ષામાં આગળ બેઠા હતા. થોડે દૂર જઈ રિક્ષા બંધ પડી ગઈ છે, ભાડું પણ નથી જોઈતું કહી ચાલકે તેમને ઉતારી દીધા હતા. વાસુભાઈએ ખિસ્સામાં જોતા રૂ. 16 હજાર ગાયબ હતા. જેથી તેમણે ઇસનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular