Homeગુજરાતીદેશ-વિદેશગાઝા શાંતિ સમજૂતી: હમાસ હથિયારો છોડવા અને સત્તા છોડવા તૈયાર

ગાઝા શાંતિ સમજૂતી: હમાસ હથિયારો છોડવા અને સત્તા છોડવા તૈયાર

નવી દિલ્હી, 17 ઓગસ્ટ 2026: મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર જેરેડ કુશનેર અને હમાસના શીર્ષ નેતાઓ વચ્ચે ઇજિપ્તમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લગભગ 90 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં હમાસે ગાઝાને હથિયારો અને લશ્કરી માળખાથી મુક્ત કરવાની સાથે ગાઝાની શાસનવ્યવસ્થા પેલેસ્ટિનિયન ટેકનિકલ સરકારને સોંપવાની તૈયારી દર્શાવી છે.

બેઠક દરમિયાન જેરેડ કુશનેરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે માત્ર મૌખિક વચનો આપવાથી કામ નહીં ચાલે, હમાસે હથિયારો છોડવા માટે જમીની સ્તરે નક્કર પગલાં લેવા પડશે. ઇઝરાયલને હમાસની નીતિઓ પર ભરોસો ન હોવાથી અમેરિકા ઈચ્છે છે કે હમાસ પહેલાં પોતાની કૃતિથી વિશ્વાસ કાયમ કરે. અહેવાલ મુજબ, કુશનેરે હમાસના નેતાઓને ખાતરી આપી છે કે જો તેઓ હથિયારો છોડશે, તો અમેરિકા પણ ઇઝરાયલ પાસે તેના ભાગના જરૂરી પગલાં લેવડાવવા માટે પ્રયાસ કરશે.

બેઠક દરમિયાન હમાસના નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ ગાઝાનું શાસન એક તકનીકી સરકારને સોંપવા માટે તૈયાર છે, અને આ સરકાર કાર્ય શરૂ કર્યા પછી હમાસ વહીવટી વહીવટમાં કોઈ દખલગીરી કરશે નહીં. જો કે, અમેરિકાની સ્પષ્ટ શરત છે કે ભવિષ્યના શાસનમાં હમાસની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ અને તેણે પોતાના તમામ શથિયારો તેમજ લશ્કરી છાવણીઓ સંપૂર્ણપણે ખતમ કરવી પડશે. કુશનેરે દોહરાવ્યું કે હથિયારો ત્યાગવાના મુદ્દા પર કોઈ વાટાઘાટો કે છૂટછાટની કોઈ શક્યતા નથી.

  • ઇઝરાયલે પણ લેવા પડશે જવાબી પગલાં

ટ્રમ્પ પ્રશાસનની 20-સૂત્રીય શાંતિ યોજનાના બીજા તરણને આગળ વધારવા માટે જો હમાસ હથિયારો છોડવાની શરૂઆત કરે, તો બદલામાં ઇઝરાયલે પણ કેટલાક પગલાં લેવા પડશે. જેમાં ગાઝામાં ‘ઇન્ટરનેશનલ સ્ટેબલાઇઝેશન ફોર્સ’ની તહેનાતીની મંજૂરી આપવી, રફાહ વિસ્તારમાં પુનઃનિર્માણ શરૂ કરવું અને ઇઝરાયલી સૈનિકોની પ્રાથમિક વાપસી અંગે ચર્ચાનો સમાવેશ થાય છે. બેઠક દરમિયાન હમાસે ગાઝામાં ચાલુ ઇઝરાયલી હુમલાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જેરેડ કુશનેરની સાથે ‘બોર્ડ ઓફ પીસ’ના વરિષ્ઠ પ્રતિનિધિ નિકોલાય મ્લાદેનોવ, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, વરિષ્ઠ સલાહકારો આર્યે લાઈટસ્ટોન અને લિરાન ટેન્કમેન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે હમાસ તરફથી રાજકીય નેતા ખલીલ અલ-હય્યા હાજર હતા. આ ઉપરાંત ઇજિપ્તના ગુપ્તતર એજન્સીના વડા હસન રશાદ, કતારના અલી અલ થવાડી અને તુર્કીના ઉચ્ચ અધિકારી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

બેઠક બાદ હમાસના નેતાએ કહ્યું હતું કે, અમે ટ્રમ્પની યોજનાના બીજા તબક્કાના રોડમેપ માટે સહમત છીએ, જેમાં સ્થાયી યુદ્ધવિરામ, ગાઝામાંથી ઈઝરાઈલી સેનાની વાપસી, સતત માનવીય સહાય અને પુનનિર્માણનો સમાવેશ થાય છે. જો કે, હમાસના નિવેદનમાં હથિયાર છોડવાની વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો ન હતો. તેમજ હમાસે ઈઝરાયલ ઉપર યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કાની શરતો પુરી નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો અને મધ્યસ્થીઓ મારફતે ઈઝરાયલ ઉપર દબાણ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.

હવે બોર્ડ ઓફ પીસ ઈચ્છે કે, હમાસ પોતાના હથિયાર હેઠા મુકવાની સાથે સૈન્ય છાવણીઓ હટાવવાનું શરૂ કરે. બીજી તરફ મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સિસીએ કુશનરને કહ્યું કે, છેલ્લા વર્ષોમાં આ વિસ્તારમાં અસ્થિરતાનું મોટુ કારણ ગાઝા છે. તેમના મતે ગાઝામાં પરિસ્થિતિ ઠીક કરવાથી સમગ્ર ક્ષેત્રમાં સ્થિરતા લાવવામાં મદદ મળશે.

સંબંધિત લેખો

Most Popular