Homeગુજરાતીદેશ-વિદેશઅયોધ્યા રામ મંદિર દાન વિવાદઃ SITએ ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને...

અયોધ્યા રામ મંદિર દાન વિવાદઃ SITએ ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ડૉ. અનિલ મિશ્રાને આપી ક્લીનચીટ

અયોધ્યા, 18 ઓગસ્ટ 2026: અયોધ્યા સ્થિત ભવ્ય રામ જન્મભૂમિ મંદિરમાં દાનમાં કથિત ગરબડના મામલાની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (સિટ) દ્વારા પોતાનો ફાઇનલ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા રિપોર્ટની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ જરૂરી કાર્યવાહી અર્થે તેને ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ને સોંપી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફાઇનલ રિપોર્ટમાં રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયને ક્લીન ચિટ આપવામાં આવી છે, જ્યારે ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા સામે પણ કોઈ દોષારોપણ કરવામાં આવ્યું નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટની વિનંતીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે ગત 13 જૂનના રોજ લખનૌના મંડલાયુક્ત વિજય વિશ્વાસ પંતની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સિટની રચના કરી હતી. જેમાં આઈજી રેન્જ કિરણ એસ અને વિશેષ સચિવ નાણાં નીલ રતન કુમારને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. આ ટીમે મંદિરમાં ચડતા ચઢાવા અને દાન સંબંધિત તથ્યો, દસ્તાવેજો અને સંબંધિત લોકોના નિવેદનોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ ટીમે 23 જૂનના રોજ પોતાનો પ્રાથમિક રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કર્યો હતો, જેમાં કડક કાર્યવાહીની ભલામણ કરવામાં આવી હતી. આ પ્રાથમિક રિપોર્ટને આધાર બનાવીને 25 જૂનના રોજ રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો હતો.

ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહન દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે નોંધાયેલી એફઆઈઆલમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નૂને નામાંકિત કરવામાં આવ્યા હતા, ઉપરાંત અન્ય અજ્ઞાત વ્યકિતઓ સામે પણ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને પ્રાથમિક અહેવાલના આધારે ધરપકડ સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  • બંને મહાનુભાવોએ આપ્યું હતું રાજીનામુ

મંદિરમાં દાનની રકમમાં ગરબડના આક્ષેપો સામે આવ્યા બાદ ચંપત રાય અને ડૉ. અનિલ મિશ્રાની ભૂમિકાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. આ વિવાદ વચ્ચે બંનેએ ટ્રસ્ટના પોતાના પદો પરથી રાજીનામું પણ આપી દીધું હતું. હવે એસઆઈટીના ફાઇનલ રિપોર્ટમાં બંનેના નામ સામે નહીં આવતા તેમને મોટી રાહત મળી છે.

સંબંધિત લેખો

Most Popular