Homeગુજરાતીવડાપ્રધાન મોદીએ બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠનની 26મી સમિટને સંબોધન કર્યું

વડાપ્રધાન મોદીએ બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠનની 26મી સમિટને સંબોધન કર્યું

નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે શાંઘાઈ સહયોગ સંગઠનની 26મી સમિટને સંબોધન કર્યું. આ પ્રસંગે તેમણે તમામ સભ્ય દેશોને આતંકવાદ માટે નાણાકીય મદદ, ભરતી, કટ્ટરપંથીકરણ અને સુરક્ષિત આશ્રયસ્થાનોની સમગ્ર વ્યવસ્થા (ઇકોસિસ્ટમ) ને નાબૂદ કરવા આહ્વાન કર્યું. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદના મુદ્દે બેવડાં ધોરણોને કોઈ સ્થાન હોઈ શકે નહીં. મોદીએ પશ્ચિમ એશિયા સહિત વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે યુદ્ધ અને સંઘર્ષ એ કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી અને તમામ વિવાદો વાતચીત તથા મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલવા જોઈએ.

વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત એવા તમામ પ્રયાસોને સમર્થન આપે છે જે બજારોને જોડે છે, વેપારને સરળ બનાવે છે અને વિકાસ માટે નવી તકો ઊભી કરે છે. જોકે, એ આવશ્યક છે કે આવા પ્રયાસો તમામ રાષ્ટ્રોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે. મોદીએ પરિષદમાં ઉલ્લેખ કર્યો હતો કે ભારતે ગયા વર્ષે ‘સાંયુક્ત બૌદ્ધ વારસા’ (Shared Buddhist Heritage) પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ફોરમનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે તેનું પ્રથમ સત્ર આ વર્ષે ભારતમાં યોજાશે.

વધુ વાંચો: દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular