Homerevoinewsશક્તિ શર્માએ સંરક્ષણ સેવાઓમાં પ્રથમ (નોન-મેડિકલ) મહિલા ટુ-સ્ટાર અધિકારી તરીકે ઇતિહાસ રચ્યો

શક્તિ શર્માએ સંરક્ષણ સેવાઓમાં પ્રથમ (નોન-મેડિકલ) મહિલા ટુ-સ્ટાર અધિકારી તરીકે ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર, 2026 – woman two-star officer in the defence services ભારતીય વાયુસેના માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ એર વાઇસ માર્શલ શક્તિ શર્મા ભારતીય સંરક્ષણ દળોમાં એર વાઇસ માર્શલ (અથવા સમકક્ષ)નો હોદ્દો મેળવનાર પ્રથમ મહિલા અધિકારી (નોન-મેડિકલ) બન્યા છે. આજે 01 સપ્ટેમ્બર 2026ના રોજ તેમણે એર હેડક્વાર્ટરમાં સહાયક ચીફ ઑફ ધ એર સ્ટાફ (શિક્ષણ) તરીકે હોદ્દો સંભાળ્યો હતો.

૧૮ જૂન ૧૯૯૪ના રોજ IAFની શિક્ષણ શાખામાં કમિશન મેળવનાર AVM શક્તિ શર્માને તેમની નવી ભૂમિકામાં અનુભવનો ઘણો લાભ મળશે. તેમના વિવિધ અનુભવોમાં તાલીમ સંસ્થાઓ, ફિલ્ડ સ્ટેશનો, કમાન્ડ હેડક્વાર્ટર અને એર હેડક્વાર્ટરમાં વિવિધ પોસ્ટિંગનો સમાવેશ થાય છે. કારકિર્દી દરમિયાન તેમણે શૈક્ષણિક અને વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે ILT કાનપુર અને પુણે યુનિવર્સિટીમાં IAF ચેર ઑફ એક્સેલન્સની સ્થાપના સહિતની મુખ્ય સંસ્થાકીય પહેલોનું નેતૃત્વ કર્યું છે. તેમણે કપૂરથલાની સૈનિક સ્કૂલના આચાર્ય તરીકે સેવા આપીને સૈનિક સ્કૂલનું કમાન્ડ કરનારી ટ્રાઇ-સર્વિસીસમાંથી પ્રથમ મહિલા અધિકારી તરીકે ઇતિહાસ પણ રચ્યો.

આ પણ વાંચોઃ નવવારી સાડીમાં સજ્જ એક ગુજરાતી મહિલાએ જ્યારે કિલિમાન્જારો શિખર ઉપર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો

આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ સાથે ભારતીય સંરક્ષણ દળોમાં મહિલા અધિકારીઓની સફરમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ત્રણ દાયકાથી વધુની વિશિષ્ટ સેવા સાથે શક્તિ શર્મા વર્તમાન પેઢીઓને “ગૌરવ સાથે આકાશને સ્પર્શ” કરવા માટે પ્રેરણા આપતા રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular