Homerevoinewsગુજરાત ભાજપે નવા જિલ્લા પ્રમુખો, બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરી

ગુજરાત ભાજપે નવા જિલ્લા પ્રમુખો, બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરી

ગાંધીનગર, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬: ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આજ રોજ પ્રદેશ સંગઠનમાં મહત્વની નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નવા જિલ્લા પ્રમુખો, પ્રદેશ સ્તરની વિવિધ જવાબદારીઓ તેમજ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પદાધિકારીઓ અને વિભાગીય સંયોજકોની વરણી કરવામાં આવી છે.

૧. નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક

ભાજપા પ્રદેશ પ્રમુખ દ્વારા તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે ત્રણ જિલ્લાના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે:

  • ડાંગ: શ્રી સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરી
  • ભરૂચ: શ્રી પરેશભાઈ કાંતિભાઈ લાડ
  • નર્મદા: શ્રી શબ્દશરણ ભાઈલાલભાઈ તડવી

૨. પ્રદેશ પ્રવાસ, બેઠક અને મન કી બાતટીમ

પ્રદેશ કક્ષાએ પ્રવાસ, મહત્વની બેઠકો અને વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમના સંકલન માટે નવી ટીમની જાહેરાત કરાઈ છે:

  • પ્રભારી (પ્રદેશ પ્રવાસ, બેઠક અને મન કી બાત): શ્રી સુરેશભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય – કર્ણાવતી)
  • મન કી બાત કાર્યક્રમ – પ્રદેશ સંયોજક: શ્રી મનિષભાઈ પટેલ (કર્ણાવતી)
  • ઝોન વાઇઝ પ્રદેશ સહસંયોજક:
    • દક્ષિણ ઝોન: શ્રી નિરવભાઈ શાહ (સુરત શહેર)
    • મધ્ય ઝોન: શ્રી મયુરભાઈ સુથાર (આણંદ)
    • ઉત્તર ઝોન: શ્રી મયુરભાઈ પટેલ (મહેસાણા)
    • સૌરાષ્ટ્ર ઝોન-૧: શ્રી પૃથ્વીરાજસિંહ વાળા (રાજકોટ જિ.)
    • સૌરાષ્ટ્ર ઝોન-૨: શ્રી હરેન્દ્રસિંહ ગોહિલ (ભાવનગર શહેર)

૩. પ્રદેશ બક્ષીપંચ મોરચાની નવી ટીમ

બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી માનસિંહ પરમાર અને પ્રદેશ મોવડી મંડળની ચર્ચા-વિચારણા બાદ બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે:

પ્રદેશ ઉપાધ્યક્ષ:

૧. શ્રી પ્રકાશભાઈ નરહરીલાલ મોદી (ભરૂચ)

૨. શ્રી નિલકુમાર પ્રેમશરન રાવ (નર્મદા)

૩. શ્રી ભરતભાઈ મેર (ભાવનગર જિ.)

૪. શ્રી મોમાયાભાઈ ગઢવી (કચ્છ)

૫. શ્રી રામસિંહભાઈ ગોરીયા (દેવભૂમિ દ્વારકા)

૬. શ્રી દિનેશભાઈ પટેલ (નવસારી)

૭. શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા (અમરેલી)

૮. શ્રી દિનેશભાઈ મેવાડા (બનાસકાંઠા)

૯. શ્રી રાજુભાઈ ચૌધરી (પટેલ) (અરવલ્લી)

પ્રદેશ મહામંત્રી:

૧. શ્રી અનિમેષભાઈ માળી (સુરત શહેર)

૨. શ્રી તેજલબેન નાઈ (ગાંધીનગર શહેર)

પ્રદેશ મંત્રી:

૧. શ્રી ગીતાબેન નિર્મલસિંહ ચૌહાણ (દાહોદ)

૨. શ્રી ગૌતમભાઈ ગોસ્વામી (રાજકોટ શહેર)

૩. શ્રી હસમુખભાઈ છોટાભાઈ બારૈયા (છોટાઉદેપુર)

૪. શ્રી દિનેશભાઈ પ્રજાપતિ (વલસાડ)

૫. શ્રી શૈલેષભાઈ ધોપાલ (સુરેન્દ્રનગર)

૬. શ્રી વિજયસિંહ વણઝારા (સાબરકાંઠા)

૭. શ્રી દિનેશભાઈ રાયમલ દેસાઈ (મહેસાણા)

૮. શ્રી ગણપતભાઈ પઢીયાર (આણંદ)

અન્ય હોદ્દેદારો:

  • પ્રદેશ કોષાધ્યક્ષ: ડૉ. સુનિલભાઈ કહાર (વડોદરા શહેર)
  • પ્રદેશ કાર્યાલય મંત્રી: શ્રી નિલેશભાઈ જણસારી (કર્ણાવતી)

૪. બક્ષીપંચ મોરચા અંતર્ગત વિવિધ વિભાગોની નિમણૂક

  • આઈ.ટી. સેલ વિભાગ:
    • સંયોજક: શ્રી જીગર ભીખુભાઈ નાયક (કર્ણાવતી)
    • સહ સંયોજક: શ્રી દિવ્યેશ હસમુખભાઈ પંચાલ (ગાંધીનગર જિ.)
  • સોશિયલ મીડિયા વિભાગ:
    • સંયોજક: શ્રી બાબાભાઈ જીવાભાઈ રબારી (નવસારી)
    • સહ સંયોજક: શ્રી પ્રતિક (કિશન) સી. બારોટ (મહેસાણા)
  • મીડિયા વિભાગ:
    • સંયોજક: શ્રી નરેશભાઈ ભોગીલાલ નાગોરા (કર્ણાવતી)
    • સહ સંયોજક: શ્રી પ્રકાશભાઈ રામી (અમદાવાદ જિ.)
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular