HomeAgency Newsપ્રોફેસર સૂર્યનારાયણ ડૂલા વિરુદ્ધ સાહિલે કદી કોઈ ફરિયાદ કરી નહોતીઃ SC/ST સેલ

પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલા વિરુદ્ધ સાહિલે કદી કોઈ ફરિયાદ કરી નહોતીઃ SC/ST સેલ

મુંબઈ, 22 સપ્ટેમ્બર 2026: Professor Suryanarayan Doolla IIT બોમ્બે ફેકલ્ટી ફોરમના પ્રેસિડેન્ટ અને પ્રોફેસર રાજકુમાર પંતે B.Tech સેકન્ડ યરના સ્ટુડન્ટ સાહિલ વાકોડેના અવસાન બાદ પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલા પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે.

પ્રોફેસર રાજકુમાર પંતે જણાવ્યું કે સંસ્થાના SC/ST સેલ પાસે આ વાતનો કોઈ રેકોર્ડ નથી કે વિદ્યાર્થીએ પોતાના અવસાન પહેલાના મહિનાઓમાં કોઈ ફરિયાદ માટે તેમનો સંપર્ક કર્યો હોય.

સાહિલ વાકોડેએ SC/ST સેલને નહોતી કરી કોઈ ફરિયાદ

પ્રોફેસર રાજકુમાર પંતે સ્પષ્ટતા કરી હતી કે SC/ST સેલે સાહિલના અવસાન બાદ એક નોટિસ જાહેર કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સાહિલ છેલ્લા ત્રણ કે ચાર મહિનામાં સેલનો સંપર્ક કરવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો.

પ્રોફેસર પંતે કહ્યું, ‘સ્વર્ગસ્થ સાહિલે છેલ્લા ત્રણ કે ચાર મહિનામાં સેલનો સંપર્ક કરવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. તેમના તરફથી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. ઔપચારિક ફરિયાદ તો દૂરની વાત છે, તેમણે કોઈ પણ બાબત માટે SC/ST સેલનો સંપર્ક પણ કર્યો નહોતો.’

પ્રોફેસર ડૂલાએ કોઈ નિયમ નથી તોડ્યો

પ્રોફેસર ડૂલા પર લાગેલા આરોપો અંગે વાત કરતા પ્રોફેસર પંતે કહ્યું, ‘અમે શિક્ષકો છીએ અને સંસ્થાની પ્રક્રિયાઓનું પાલન કરીને સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલી ફરજો નિભાવી રહ્યા છીએ. પ્રોફેસર ડૂલાએ પણ એ જ કર્યું.’

પ્રોફેસર રાજકુમાર પંતે વધુમાં ઉમેર્યું, ‘પ્રોફેસર ડૂલાએ એકેડેમિક અફેર્સના ડીનનો વર્તમાન હોદ્દો સંભાળતા પહેલા સ્ટુડન્ટ અફેર્સના ડીન તરીકે સેવા આપી હતી. આવા સ્વભાવવાળી વ્યક્તિ, જે વિદ્યાર્થીઓને મદદ કરવા માટે જાણીતા છે, તેમણે આવું કશું કર્યું હોય એ વાત ખોટી છે.’

પ્રોફેસર પંતે જણાવ્યું, ‘ક્યારેક એવી સ્થિતિ ઊભી થઈ શકે છે જ્યારે ફેકલ્ટી સભ્યોએ કડક વલણ અપનાવવું પડે અને ડૂલાએ નિયમો અનુસાર જ કામ કર્યું હતું. મને વ્યક્તિગત રીતે ખાતરી છે કે તેઓ એવા વ્યક્તિ નથી જે આ પ્રકારનું વર્તન કરે.’

પ્રોફેસર પંતની આ ટિપ્પણી પ્રોફેસર ડૂલાના સમર્થનમાં ત્યારે આવી છે, જ્યારે સાહિલના અવસાન બાદ IIT બોમ્બેના વિદ્યાર્થીઓ પ્રોફેસર ડૂલા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે, સાથે એ પણ એટલું જ સાચું છે કે, અન્ય મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકો પ્રોફેસર ડૂલાનું સમર્થન કરી રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular