Homerevoinews94મો ભારતીય વાયુસેના દિવસ 8મી ઑક્ટોબરે ઉજવાશેઃ જુઓ વીડિયો

94મો ભારતીય વાયુસેના દિવસ 8મી ઑક્ટોબરે ઉજવાશેઃ જુઓ વીડિયો

  • આ વર્ષની ઉજવણીની થીમ ‘ભારતીય વાયુસેના – અચૂક, અજેય અને સચોટ’ રાખવામાં આવી છે

નવી દિલ્હી, 4 ઑક્ટોબર, 2026 – 94th Indian Air Force Day ભારતીય વાયુદળે તેના આગામી વાયુદળ દિવસની જાહેરાત કરી છે. આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા એર ચીફ માર્શલ એ. પી. સિંહે જણાવ્યું છે કે, છેલ્લા ૯૪ વર્ષોમાં આપણે ચાર વાપિતી (Wapiti) વિમાનોની અત્યંત સામાન્ય શરૂઆતથી વધીને હવે સમગ્ર ક્ષેત્રમાં બહુ-પરિમાણીય કાર્યાન્વિત થવા માટે સક્ષમ નેટવર્ક-કેન્દ્રિત બળ તરીકે વિકસિત થયા છીએ.

વાયુસેના દિવસ અગાઉ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં, એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ભારતીય વાયુસેનાની ૯૪ વર્ષની ભવ્ય યાત્રા, ભવિષ્યના પડકારો અને ઉભરતી ટેકનોલોજીને અનુરૂપ તૈયારીઓ પર પ્રકાશ પાડ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાને એઆઈ-સંવર્ધિત (AI-augmented) બળ તરીકે વિકસાવવામાં આવી રહી છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહાયતા પૂરી પાડશે, જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં માનવીય ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે.

દરમિયાન, સ્કવોડ્રન લીડર પલ્લવી સાંગવાને ૮ ઓક્ટોબરે એર ફોર્સ સ્ટેશન હિંડન ખાતે યોજાનારા વાયુસેના દિવસની ઉજવણીની મુખ્ય પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. જેમાં વાયુસેના દિવસની પરેડ, એર વોરિયર ડ્રિલ ટીમ અને ડ્રમર્સ ટીમ દ્વારા પ્રદર્શન, હેરિટેજ ફ્લાઇટ દ્વારા એરિયલ ડિસ્પ્લે અને વિવિધ સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓનું પ્રદર્શન સામેલ છે.

આ પણ વાંચોઃ  સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલીનું સમયપત્રક જાહેર

આ પણ વાંચોઃ  વાયુસેના પ્રમુખ એ.પી. સિંહે બીજી સેખોં ઈન્ડિયન એરફોર્સ મેરેથોનને લીલી ઝંડી બતાવી

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular