Homerevoinewsઆ ભવ્ય વિજય જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાની વધુ મોટી જવાબદારી છેઃ જગદીશભાઈ...

આ ભવ્ય વિજય જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાની વધુ મોટી જવાબદારી છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર, 13 ઑક્ટોબર, 2026 – ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા, થરા નગરપાલિકા સહિત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજયને વધાવવા ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ભવ્ય વિજયોત્સવ યોજાયો હતો.

This grand victory brings an even greater responsibility to fulfill the people's expectations: Jagdishbhai Vishwakarma

આ અવસરે ભાજપાના કાર્યકરો અને આગેવાનોએ ઢોલ-નગારાના નાદ, ફટાકડા ફોડી, મીઠાઈ વિતરણ કરી અને ‘ભારત માતા કી જય’ તથા ‘વંદે માતરમ્’ના ગગનભેદી નારા અને ગરબે ઝૂમી વિજયની ખુશી વ્યક્ત કરી હતી અને સૌ વિજયી ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મીડિયાને સંબોધિત કરતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગાંધીનગર મહાનગરપાલિકા, થરા અને ઓખા નગરપાલિકા સહિત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ફરી એકવાર અતૂટ વિશ્વાસ વ્યક્ત કરવા બદલ જનતા જનાર્દનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નવરાત્રિના પાવન પર્વ દરમિયાન, મા જગદંબાની આરાધનાના પ્રથમ નોરતે યોજાયેલા મતદાન બાદ આજનો જનાદેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીની વિકાસ, સુશાસન અને જનસેવા કેન્દ્રિત રાજનીતિ પ્રત્યે જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાહેરજીવનમાં જનસેવાનાં ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે જનતાએ આ વિજય તેમને સમર્પિત કરીને તેમના નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ વધુ દૃઢ કર્યો છે.

This grand victory brings an even greater responsibility to fulfill the people's expectations: Jagdishbhai Vishwakarma

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ ૧૧ વોર્ડની ૪૪ બેઠકોમાંથી ભાજપાએ ૩૮ બેઠકો પર વિજય મેળવીને જનતાનો ભવ્ય જનાદેશ પ્રાપ્ત કર્યો છે. એ જ રીતે ઓખા નગરપાલિકાની કુલ ૩૬ બેઠકોમાંથી ૩૩ બેઠકો અને થરા નગરપાલિકાની કુલ ૨૪ બેઠકોમાંથી ૧૯ બેઠકો પર ભાજપાના ઉમેદવારો વિજયી બન્યા છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીઓમાં ખેરાલુ નગરપાલિકા, બાયડ નગરપાલિકા અને છોટાઉદેપુર નગરપાલિકામાં પણ ભાજપાને સફળતા મળી છે. આ પરિણામો દર્શાવે છે કે જનતા વિકાસ, સ્થિરતા, સુશાસન અને જવાબદાર જનપ્રતિનિધિત્વને પ્રાથમિકતા આપી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજનો જનાદેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી રહેલાવિકાસકાર્યો અને જનકલ્યાણની નીતિઓ પ્રત્યે જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનું ગાંધીનગરના વિકાસકાર્યો માટે સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં પણ પાટનગરને વધુ આધુનિક, સુવિધાસભર અને વિકસિત બનાવવાના પ્રયાસો સતત આગળ વધી રહ્યા છે. આ તમામ પ્રયાસો અને કાર્યકર્તાઓની મહેનતને જનતાએ પોતાના મત દ્વારા સમર્થન આપ્યું છે.

શ્રી વિશ્વકર્માએ ભાજપાના કાર્યકર્તાઓની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં મળેલી આ સફળતા પાછળ પક્ષના એક-એક કાર્યકર્તાની અવિરત મહેનત, જનસંપર્ક અને સંગઠનશક્તિ રહેલી છે. તડકો-છાંયો જોયા વગર દિવસ-રાત જનતાની વચ્ચે રહીને કાર્યકર્તાઓએ પક્ષની વિચારધારા અને સરકારની જનકલ્યાણકારી કામગીરી લોકો સુધી પહોંચાડી છે. શહેરી હોય કે ગ્રામીણ વિસ્તાર, સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાની ભાજપાની સર્વસ્પર્શી અને સર્વસમાવેશક કાર્યપદ્ધતિએ જનવિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે.

ગાંધીનગરના વિકાસ અંગે તેમણે જણાવ્યું હતું કે પાટનગરને વધુ સુવિધાસભર, સ્વચ્છ, સુંદર, હરિયાળું અને આધુનિક શહેર બનાવવાની ભાજપાની પ્રતિબદ્ધતાને જનતાએ ફરી એકવાર સમર્થન આપ્યું છે. આ વિજય માત્ર રાજકીય સફળતા કે ઉજવણીનો અવસર નથી, પરંતુ જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાની વધુ મોટી જવાબદારી છે. જનસુવિધાઓના વિસ્તરણ, નાગરિકોની સમસ્યાઓના ઉકેલ અને ગાંધીનગરના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી સતત કાર્યરત રહેશે.

શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યવ્યાપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપાને મળેલું જનસમર્થન આ વિશ્વાસની સતતતા દર્શાવે છે.ગુજરાત અને ભાજપ આજે એકબીજાનો પર્યાય બની ચૂક્યું છે. વિપક્ષ દ્વારા વારંવાર કરવામાં આવતા ભ્રામક પ્રચાર વચ્ચે પણ જનતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે.

અંતમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગાંધીનગર મહાનગરપાલિકા, થરા અને ઓખા નગરપાલિકા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપાને આશીર્વાદ આપનાર તમામ મતદારોનો પુનઃ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતાએ સોંપેલી આ જવાબદારીને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ જનસેવા, પારદર્શક કામગીરી, સુશાસન અને વિકાસના માધ્યમથી નિષ્ઠાપૂર્વક નિભાવશે.

ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે યોજાયેલ વિજયોત્સવમાં પ્રદેશ મહામંત્રીશ્રીઓશ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ ડો. આશિષભાઈ દવે, ધારાસભ્યો શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશજી ઠાકોર, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત ભાજપા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular