ઘણા લોકોને જમી લીધા પછી કંઈક ગળ્યું (મીઠું) ખાવાની આદત હોય છે, જેને ઘણીવાર શુગર ક્રેવિંગ પણ કહેવામાં આવે છે. જો તમને પણ રાત્રે સૂતા પહેલા ચોકલેટ, મીઠાઈ, કેક, કુકીઝ કે શુગરયુક્ત પીણાં લેવાની ટેવ હોય, તો આ આદત તમારી ત્વચા માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે. તબીબોના જણાવ્યા અનુસાર, રાત્રે વધુ મીઠું ખાવાથી ત્વચાની ચમક છીનવાઈ શકે છે અને સમય પહેલાં ઘરડા દેખાવાની સમસ્યા શરૂ થઈ શકે છે.
-
ત્વચાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે વધારે પડતી શુગર?
કોલેજન અને ઇલાસ્ટિનને નુકસાન: વધુ પડતી શુગર ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું સ્તર ઝડપથી વધી જાય છે. લાંબા સમય સુધી આવું થવાથી ત્વચામાં રહેલા ‘કોલેજન’ અને ‘ઇલાસ્ટિન’ નામના પ્રોટીનને નુકસાન થાય છે. આ બંને તત્વો ત્વચાને મુલાયમ, લચીલી અને યુવાન જાળવી રાખવામાં મદદ કરે છે.
કરચલીઓ: કોલેજન નષ્ટ થવાથી ત્વચાની ચમક ઘટી જાય છે અને સમય પહેલાં ચહેરા પર કરચલીઓ પડવાનું જોખમ વધી જાય છે.
પિંપલ્સ: વધારે ગળ્યું ખાવાથી ત્વચા પર ખીલ કે પિંપલ્સની સમસ્યા વધી શકે છે. ખાસ કરીને જે લોકોની ત્વચા પહેલેથી જ ઓઇલી છે, તેમને નુકસાન થઈ શકે છે.
-
રાત્રે મીઠું ખાવાના 6 મુખ્ય નુકસાન
પિંપલ્સ વધવાની સમસ્યા.
ત્વચાની કુદરતી ચમક ઓછી થવી.
સમય પહેલાં ચહેરા પર કરચલીઓ આવવી.
ત્વચાનું લચીલાપણું ઘટવું.
ત્વચા પર ડાઘ-ધબ્બા વધવાની આશંકા.
વજન વધવાનું જોખમ.
જોકે, આ બાબતો વ્યક્તિની ઉંમર, હોર્મોન્સ અને ત્વચાની પ્રકૃતિ પર પણ નિર્ભર કરે છે. માત્ર રાત્રે જ નહીં, પરંતુ આખો દિવસમાં તમે કુલ કેટલી શુગરનું સેવન કરો છો તે સૌથી વધુ મહત્વનું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રાત્રે સૂતા પહેલા ગળ્યું ખાવાની આદત ધીમે-ધીમે ઓછી કરવી જોઈએ. જો રાત્રે ભૂખ લાગે, તો મીઠાઈને બદલે ફળો, ડ્રાયફ્રૂટ્સ (મેવા) કે શુગર વગરના હેલ્ધી વિકલ્પો પસંદ કરવા જોઈએ. તેમજ પુરતી ઊંઘ લેવાની સાથે ભરપૂર પાણી પીવુ અને સંતુલિત આહાર લવો જોઈએ. જો ત્વચા પર ખીલ કે ડાઘ વધુ પડતા વધી જાય, તો ત્વચા નિષ્ણાત ની સલાહ અવશ્ય લેવી જોઈએ.


