નવી દિલ્હી, 07 નવેમ્બર 2026: ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડે મેચમાં વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. વેલિંગ્ટન મેદાન પર તે માત્ર સાત રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, આ ટૂંકી ઇનિંગ દરમિયાન તે રિકી પોન્ટિંગના નામે રહેલો એક મોટો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો હતો.
પોન્ટિંગનો રેકોર્ડ તોડવા માટે કોહલીને માત્ર એક રનની જરૂર હતી. તેણે સામનો કરેલા બીજા જ બોલ પર ચોગ્ગો ફટકારીને પોન્ટિંગને પાછળ છોડી દીધો અને વન-ડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો.
કોહલી નંબર 1 બન્યા
પોન્ટિંગે ન્યૂઝીલેન્ડ સામે 51 મેચોમાં 45.83ની સરેરાશથી 1971 રન બનાવ્યા હતા, જેમાં 12 અડધી સદી અને છ સદીનો સમાવેશ થાય છે. તેની સરખામણીમાં, કોહલીને પોન્ટિંગના આ આંકડાને વટાવવા માટે માત્ર 38 ઇનિંગ્સ લાગી.
ન્યૂઝીલેન્ડ સામે કોહલીના નામે અત્યાર સુધીમાં કુલ 1978 રન છે. આ શ્રેણીમાં, તેની પાસે વન-ડે (ODI) ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે 2000 રનનો આંકડો પાર કરવાની તક હશે. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની શકે છે.
ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ (ODI)
વિરાટ કોહલી – 1978
રિકી પોન્ટિંગ – 1971
સચિન તેંડુલકર – 1750
કુમાર સંગાકારા – 1568
સનથ જયસૂર્યા – 1519
જેક્સ કાલિસ – 1449
વધુ વાંચો: ‘કોહલી પાસે 100 સદી પૂરી કરવા પૂરતી મેચો નથી!’ પૂર્વ ભારતીય કોચનું મોટું નિવેદન


