Homeગુજરાતીજીવનશૈલીઠંડીની મોસમમાં પણ ફિટ રહેવા માટે ઘરે જ કરો આ આસાન કસરતો

ઠંડીની મોસમમાં પણ ફિટ રહેવા માટે ઘરે જ કરો આ આસાન કસરતો

શિયાળો ધીમે-ધીમે નજીક આવી રહ્યો છે અને હવામાં પ્રસરેલી ઠંડીના કારણે સવારે વહેલા ઉઠવું, મોર્નિંગ વોક પર જવું કે જીમ જવું એક કપરું કામ બની જાય છે. પરિણામે, વજન વધવું, સાંધા તથા સ્નાયુઓમાં જડતા, સુસ્તી અને ઉર્જાનો અભાવ જેવી સામાન્ય સમસ્યાઓ ઘેરી વળે છે.

જો તમે આ ઋતુમાં તમારા શરીરને ટોન અને ફિટ રાખવા માંગતા હોવ, તો કસરતને ક્યારેય નજરઅંદજ ન કરવી જોઈએ. આ માટે કોઈ ભારે વર્કઆઉટ્સ કે મોંઘા સાધનોની જરૂર નથી હોતી. કેટલીક સરળ અને નિયમિત કસરતો અપનાવીને તમે ઘરે બેઠા જ શરીરને શેપમાં રાખી શકો છો અને શિયાળામાં પણ ભરપૂર ઉર્જા અનુભવી શકો છો:

સ્ક્વોટ્સ : શરીરના નીચેના ભાગને ટોન કરવા માટે સ્ક્વોટ્સ અત્યંત ફાયદાકારક વ્યાયામ છે. તે સાથળ, હિપ્સ અને પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે. શિયાળામાં રક્તસંચાર ધીમું પડે છે, તેથી સ્ક્વોટ્સ શરીરની ગરમી અને પ્રવૃત્તિમાં વધારો કરે છે. દરરોજ 2 થી 3 સેટમાં 15-20 સ્ક્વોટ્સ કરવાથી કેલેરી બર્ન થાય છે અને શારીરિક બનાવટ સુધરે છે.

પુશ-અપ્સ: શરીરના ઉપરના ભાગને મજબૂત બનાવવા માટે પુશ-અપ્સ સૌથી સરળ અને અસરકારક કસરત માનવામાં આવે છે. તે છાતી, ખભા, હાથ અને કોર સ્નાયુઓને મજબૂત બનાવે છે. ઠંડા વાતાવરણથી સ્નાયુઓ સુસ્ત થઈ જાય છે, ત્યારે પુશ-અપ્સ શરીરમાં તાજગી અને સ્ટેમિના વધારે છે. શરૂઆતમાં 8-10 પુશ-અપ્સથી શરૂઆત કરીને ધીમે-ધીમે સંખ્યા વધારી શકાય.

પ્લેન્ક : જો તમે પેટની ચરબી ઘટાડવા અને કોર સ્ટ્રેન્થ વધારવા માંગતા હોવ, તો પ્લેન્ક ઉત્તમ વિકલ્પ છે. તે પેટ, કમર અને પીઠના સ્નાયુઓને મજબૂત રાખે છે. શિયાળા દરમિયાન પેટની આસપાસ ચરબી ઝડપથી જમા થાય છે, જેને પ્લેન્ક નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. દરરોજ 30 સેકન્ડથી શરૂઆત કરીને તેને એક મિનિટ કે તેથી વધુ સમય સુધી વધારી શકાય છે.

જમ્પિંગ જેક્સ: જમ્પિંગ જેક્સ એક ઉત્તમ કાર્ડિયો કસરત છે જે આખા શરીરને સક્રિય કરે છે. તે ઝડપથી કેલેરી બર્ન કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે, જે શિયાળાની ઋતુમાં ખૂબ જરૂરી છે. તે હૃદયના સ્વાસ્થ્યમાં પણ મોટો સુધારો કરે છે. વહેલી સવારે અથવા વર્કઆઉટની શરૂઆતમાં ૨ થી ૩ મિનિટ જમ્પિંગ જેક્સ કરવાથી આળસ પળભરમાં દૂર થઈ જાય છે.

સૂર્ય નમસ્કાર: સૂર્ય નમસ્કાર એક એવો શ્રેષ્ઠ યોગાભ્યાસ છે જે સમગ્ર શરીરને સ્ટ્રેચ અને ટોન કરે છે. તે સ્નાયુઓની લચીલાપણું વધારે છે, પાચનક્રિયા સુધારે છે અને વજન નિયંત્રણમાં રાખે છે. શિયાળામાં દરરોજ સૂર્ય નમસ્કારના 8 થી 12 રાઉન્ડ કરવાથી શરીર ગરમ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) મજબૂત બને છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img