Homeગુજરાતીદેશ-વિદેશરાહુલ ગાંધીએ ફોન ટેપનો PM મોદી ઉપર આરોપ, આમને-સામને ચર્ચાની આપી ચેલેન્જ

રાહુલ ગાંધીએ ફોન ટેપનો PM મોદી ઉપર આરોપ, આમને-સામને ચર્ચાની આપી ચેલેન્જ

નવી દિલ્હી, 13 નવેમ્બર 2026: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વધુ એક વખત સીધો પ્રહાર કરતા ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા દાવો કર્યો છે કે તેમના ફોનમાં એવા મહત્વપૂર્ણ પુરાવા મોજૂદ છે, જેની જાણકારી વડાપ્રધાનને પણ છે કારણ કે તેમનો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ તેમણે વડાપ્રધાનને આમને-સામને ચર્ચા (વન-ઓન-વન ડિબેટ) માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “પુરાવા અહીં જ છે, આ ફોનમાં છે. વડાપ્રધાનને ખબર છે, કારણ કે તેઓ મારો ફોન ટેપ કરે છે.” તેમણે વધુમાં કહ્યું કે, જે દિવસે વડાપ્રધાન તેમની સાથે આમને-સામને ડિબેટ માટે આવશે, તે દિવસે સમગ્ર દેશને ખબર પડી જશે કે કોણ વિદેશી તાકાતોના નિયંત્રણમાં છે અને કોણ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. રાહુલે એવો પણ દાવો કર્યો હતો કે કોણ ક્યારથી દેશવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે, તેની તમામ વિગતો અને પુરાવા તેમના ફોનમાં સુરક્ષિત છે.

  • રાહુલ ગાંધી અગાઉ પણ લગાવી ચૂક્યા છે ફોન ટેપિંગના આરોપ

રાહુલ ગાંધી દ્વારા ફોન ટેપિંગ અને જાસૂસીના આરોપો લગાવવાની આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ તેઓ વિવિધ મંચ પરથી આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે. પેગાસસ જાસૂસી વિવાદ દરમિયાન 23 જુલાઈ 2021ના રોજ સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે તેમનો માત્ર એક નહીં, પરંતુ તમામ ફોન સ્પષ્ટપણે ટેપ કરવામાં આવી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ પોતે તેમને ફોન કરીને સાવચેત કરે છે અને તેમના સુરક્ષાકર્મીઓને પણ તેમની વાતચીતની વિગતો ઉપરી અધિકારીઓને આપવા જણાવાયું છે. તે સમયે તેમણે ન્યાયિક તપાસની માંગ કરી હતી.

બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ ફરી આ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે તેમના ફોનમાં પેગાસસ હતું અને અન્ય ઘણા નેતાઓના ફોનની પણ જાસૂસી થઈ રહી છે. ગુપ્તચર અધિકારીઓએ તેમને ફોન પર વાત કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. અમેરિકાના કેલિફોર્નિયામાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાનો આઈફોન બતાવીને રમૂજી અંદાજમાં કહ્યું હતું કે, ‘હેલો મિસ્ટર મોદી’. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ રાષ્ટ્ર-રાજ્ય કોઈનો ફોન ટેપ કરવા માંગે તો તેને રોકવું સરળ નથી અને સરકારને તેમના તમામ કામકાજની જાણકારી રહે છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img