નવી દિલ્હી, 14 નવેમ્બર 2026: વિપક્ષી ગઠબંધન યુપીઆઈના એચપર્સન અને કોંગ્રેસના સિનિયર મહિલા નેતા સોનિયા ગાંધીના પુસ્તક “બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ”નું વિમોચન થયા બાદ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ પીએમ મોદી સાથે સંવાદ સહિત વિવિધ મુદ્દે કરેલા દાવાઓને કારણે દેશનું રાજકારણ પણ ગરમાયું છે. દરમિયાન સોનિયા ગાંધીએ પુસ્તકમાં ગુજરાતમાં બે દાયકા પહેલા સર્જાયેલા ગોધરા હત્યાકાંડને લઈને પણ ચોંકાવનારા દાવા કર્યાં છે. જો કે, ગોધરા હત્યાકાંડની તપાસ કરનાર એસઆઈટીના વડા અને તત્કાલિન ઉચ્ચ પોલીસ અધિકારી રાકેશ અસ્થાનાએ સોનિયા ગાંધીએ પુસ્તકમાં કરેલા તમામ દાવાઓને ફગાવી દીધા છે.

સોનિયા ગાંધીએ પુસ્તકમાં દાવો કર્યો છે કે, સાબરમતી એકસપ્રેસના કોચીસમાં આગ લાગવાનું કારણ હજુ પણ વિવાદીત છે જેના કારણએ સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જો કે, તત્કાલિન ઉચ્ચ પોલીસ અધિકારી રાકેશ અસ્થાનાએ સોનિયા ગાંધીના દાવાઓને ફગાવતા જણાવ્યું હતું કે, સાબરમતી ટ્રેનકાંડની તપાસ પૂર્ણ થઈ ચુકી છે અને ગુનેગારોને કોર્ટે સજા પણ ફરમાવી છે. આ આગ જાણી જોઈને લવાવવામાં આવી હતી અને આગ લગાવવા માટે જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ ગુનેગારો દ્વારા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ એસ-6 ને જ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ કોચને જ આગ ચાંપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વિવિધ દેશોમાં સત્તા ઉથલાવનારા Gen-Z દેશ માટે હથિયાર ઉપાડવા તૈયાર નથી!, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીએ જમાવ્યું હતું કે, જ્યાં સુધી આગ લાગવાના કારણનો સવાલ છે તો આ મામલો મુખ્યરુપે ફોરેન્સિક તથ્યો ઉપર આધારિક છે, તેમજ સાક્ષીઓના નિવેદનના આધારે પણ પુષ્ટી થઈ છે. સળગાવવામાં આવેલો કોચ અને આસપાસના વિસ્તારમાં ફોરેન્સિક તપાસએ આરોપીઓને સજા અપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, સાબરમતી એક્સપ્રેસના ચાર કોચમાં આગ લાગવાથી નવ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ ઘટનાને પગલે ગુજરાતમા કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ટ્રેન અયોધ્યાથી અમદાવાદ જઈ રહી હતી. જેમાં હિન્દુ કારસેવકો હતો. ટ્રેનમાં આગ લાગવાનું કારણ હજુ પણ વિવાદીત છે પરંતુ આ ઘટના બાદ રાજ્યના અનેક વિસ્તારમાં તાફોન ફાટી નીકળ્યાં હતા.
આ પણ વાંચોઃ ભારતમાં ડિજિટલ અસમાનતા: 50 ટકાથી વધુ ગ્રામીણ મહિલાઓ પાસે પોતાનો ફોન નથી








