Homeગુજરાતીદેશ-વિદેશહોર્મુઝમાં જહાજ ઉપર હુમલોઃ જહાજમાં સવાર તમામ 24 ભારતીય સુરક્ષિત

હોર્મુઝમાં જહાજ ઉપર હુમલોઃ જહાજમાં સવાર તમામ 24 ભારતીય સુરક્ષિત

નવી દિલ્હી, 17 નવેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ જળડમરૂમધ્યમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે મંગળવારે જણાવ્યું હતું કે, હોર્મુઝ જળડમરૂમધ્યમાં પનામાના ધ્વજવાળા એલપીજી ટેન્કર ‘તારા ગેસ’ ને નિશાન બનાવવામાં આવ્યું હતું. રાહતની વાત એ છે કે આ હુમલામાં જહાજ પર સવાર તમામ 24 ભારતીય નાગરિકો સહિત ક્રૂના તમામ 25 સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈને પણ ઇજા પહોંચી નથી.

મળતી માહિતી મુજબ, આ મિસાઇલ હુમલો 16 નવેમ્બરે થયો હતો. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરતા આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, જહાજ પર સવાર તમામ ૨૪ ભારતીય નાગરિકો અને અન્ય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. મંત્રીએ વધુમાં લખ્યું હતું કે, “અમે વર્તમાન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને આપણા નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જહાજ પ્રબંધન કંપની સાથે સતત સંપર્કમાં છીએ.”

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img