જયપુર, 22 નવેમ્બર 2026: કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર રાત્રે 02:00 વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાળકો સહિત એક જ પરિવારના 9 સભ્યોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનામાં અન્ય છ લોકો ઘાયલ થયા છે, જેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના રાત્રે લગભગ 2:00 વાગ્યાની આસપાસ શંભુપુરા ગામ નજીક બની હતી, જ્યારે પૂરપાટ ઝડપે જતું એક ‘ક્રૂઝર’ વાહન રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રક સાથે અથડાયું હતું.
જીવ ગુમાવનારાઓમાં ઉષા બાઈ, સુશીલા, કૈલાશ, સાન્વી, સજ્જન, અનિતા, બાબુલાલ, જાનવી અને માધવીનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત થયેલા છ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા ન્યૂ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ખાટુ શ્યામજીના દર્શન કરીને ભક્તો પરત ફરી રહ્યા હતા
વાહનમાં મહારાષ્ટ્રના એક જ પરિવારના 15 લોકો સવાર હતા. તેઓ રાજસ્થાનમાં ખાટુ શ્યામજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ અકસ્માત ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો હતો; એવું માનવામાં આવે છે કે વાહન ચલાવતી વખતે તેને ઝોકું આવી ગયું હતું.
અકસ્માતના સમાચાર મળતા જ સિટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચી ગયાં. પોલીસ અને બચાવ ટીમોએ વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા.
પીડિતોની સારસંભાળ માટે હોસ્પિટલમાં એક તબીબી ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પોલીસ અને વહીવટી ઘટનાસ્થળ અને હોસ્પિટલ બંનેની મુલાકાત લીધી હતી.
વધુ વાંચો: 94 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતીય બેટ્સમેનોએ રચ્યો નવો ઇતિહાસ








