Homeગુજરાતીગુજરાતઆવતીકાલે શનિવારથી સાબરમતી મેટ્રો રેલવે સ્ટેશન કાર્યરત થશે, મુસાફરોને રાહત

આવતીકાલે શનિવારથી સાબરમતી મેટ્રો રેલવે સ્ટેશન કાર્યરત થશે, મુસાફરોને રાહત

ગાંધીનગર, 27 નવેમ્બર, 2026 – Sabarmati Metro Railway Station ગુજરાતમાં મેટ્રો નેટવર્કનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તેની સાથે રેલવે સ્ટેશનો પણ નિરંતર સક્રિય કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા હેઠળ ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, સાબરમતી રેલવે સ્ટેશન ખાતે બનાવવામાં આવેલું મેટ્રો સ્ટેશન આવતીકાલે શનિવારથી કાર્યરત થઈ જશે.

GMRC દ્વારા એક યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૨૮ નવેમ્બર ૨૦૨૬થી સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન મુસાફરો માટે શરૂ કરવામાં આવશે. મેટ્રો ટ્રેન સેવાઓ આ સ્ટેશન પર પણ ઉપલબ્ધ રહેશે અને મુસાફરો સાબરમતી રેલવે સ્ટેશન જવા માટે આ સ્ટેશન પર ઉતરી શકશે.

સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનથી પ્રથમ અને છેલ્લી ટ્રેનનો સમય નીચે મુજબ છે:

સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનથી
પ્રથમ ટ્રેનનો સમય
સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનથી
છેલ્લી ટ્રેનનો સમય
અનુ. ક્રમ સ્ટેશન સમય અનુ. ક્રમ સ્ટેશન સમય
૧ એપીએમસી તરફ સવારે ૬:૨૭ કલાકે ૧ એપીએમસી તરફ રાત્રે ૧૧:૧૦ કલાકે
૨ મહાત્મા મંદિર તરફ સવારે ૬:૪૫ કલાકે ૨ કોટેશ્વર રોડ તરફ રાત્રે ૧૧:૩૫ કલાકે
૩ ગિફ્ટ સિટી તરફ સવારે ૭:૧૧ કલાકે ૩ મહાત્મા મંદિર તરફ રાત્રે ૯:૧૦ કલાકે
૪ ગિફ્ટ સિટી તરફ સાંજે ૬:૩૨ કલાકે

 

ટ્રેનના સમય અંગેની વધુ વિગતવાર માહિતી તા. ૨૮ નવેમ્બર ૨૦૨૬થી મેટ્રોની વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર ઉપલબ્ધ રહેશે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img