Homeગુજરાતીબોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ફરી એકવાર ક્રિતી સેનન સાથે ફિલ્મ 'બચ્ચન પાંડે'માં...

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ફરી એકવાર ક્રિતી સેનન સાથે ફિલ્મ ‘બચ્ચન પાંડે’માં જોવા મળશે

  • આવતા વર્ષે શરૂ થશે અક્ષય કુમારની બચ્ચન પાંડેનું શૂટિંગ
  • અક્ષય અને કૃતિ ફરી એકવાર સ્ક્રીન શેર કરતા નજરે પડશે
  • ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને આપી માહિતી
  • ફિલ્મમાં અક્ષય ગેંગસ્ટરની અને કૃતિ પત્રકાર સહ ડિરેક્ટરની ભૂમિકામાં જોવા મળશે

મુંબઈ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ફરી એકવાર ક્રિતી સેનન સાથે ફિલ્મ ‘બચ્ચન પાંડે’માં જોવા મળશે. બંને સ્ટાર્સે ‘હાઉસફુલ 4’ માં એક સાથે સ્ક્રીન શેર કરી હતી. થોડા મહિના પહેલા અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. જે બાદ દરેકની આતુરતાથી આ ફિલ્મની રાહ જોવાઇ રહી હતી. હાલની માહિતી મુજબ,બંને સ્ટાર્સ જાન્યુઆરીમાં આ ફિલ્મ પર કામ શરૂ કરી શકે છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ફરહાદ સામજીની ફિલ્મ બચ્ચન પાંડેની શુટિંગ રાજસ્થાનના જેસલમેરમાં જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. જ્યાં તે 2021 માર્ચ સુધી શૂટિંગ કરશે. આ સાથે ટૂંક સમયમાં બીજી એક એક્ટ્રેસને અસાઇન કરવામાં આવશે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર એક ગેંગસ્ટરની અને કૃતિ સેનન પત્રકાર સહ ડિરેક્ટરની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મ સૌ પ્રથમ 22 જાન્યુઆરી 2021 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની હતી.

_Devanshi

સંબંધિત લેખો

Most Popular