Homeગુજરાતીકોરોના વેક્સીન નિર્માતા એસ્ટ્રાજેનેકા USની ફાર્મા કંપની એલેકસિયનને 2.87 લાખ કરોડમાં ખરીદશે

કોરોના વેક્સીન નિર્માતા એસ્ટ્રાજેનેકા USની ફાર્મા કંપની એલેકસિયનને 2.87 લાખ કરોડમાં ખરીદશે

  • બ્રિટન સ્થિત એસ્ટ્રાજેનેકા અમેરિકાની દવા નિર્માતા એલેકસિયન ફાર્માને ખરીદશે
  • કોરોના વેક્સીન નિર્માતા એસ્ટ્રાજેનેકા 2.87 લાખ કરોડમાં એલેકસિયન ફાર્મા ખરીદશે
  • આ અત્યારસુધીની સૌથી મોટી ફાર્મા ડીલ ગણાવાઇ રહી છે

બ્રિટન સ્થિત એસ્ટ્રાજેનેકા અમેરિકાની દવા નિર્માતા એલેકસિયન ફાર્માસ્યુટિલ્સને ખરીદવા જઇ રહી છે. એસ્ટ્રાજેનેકા આશરે 2.87 લાખ કરોડ રૂપિયામાં એલેકસિયન ફાર્માસ્યુટિકલ્સ ખરીદશે. આ અત્યારસુધીની સૌથી મોટી ફાર્મા ડીલ ગણાઇ રહી છે. આ સોદાથી એસ્ટ્રાજેનેકાને રેયર ડિસીઝ તેમજ ઇમ્યુનોલોજી ડ્રગ સેગમેન્ટમાં પ્રવેશ મેળવવામાં મદદ મળશે.

એક સપ્તાહ પહેલા જ એસ્ટ્રાજેનેકાનું કોરોના વાયરસ પર રિસર્ચ પરિણામ જાહેર થયું છે તેવા સમયમાં જ આ સોદો થયો છે. પરિણામમાં એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનને 90 ટકા પ્રભાવી જણાવવામાં આવી છે. એસ્ટ્રાજેનેકાની હરીફ કંપની ફાઇઝરે પણ બ્રિટનમાં પોતાની વેક્સીન લોન્ચ કરી દીધી છે.

એસ્ટ્રાજેનેકાએ આ સોદા અંગે જણાવ્યું હતું કે, એલેકસિયનના શેરધારકોને 60 ડોલરના કેશ અને 115 ડોલર પ્રતિ શેરની વેલ્યુવાળા એસ્ટ્રાજેનેકાના શેર મળશે. આ રિવોર્ડ બ્રિટનમાં ટ્રેડિડ સામાન્ય શેર અથવા ડોલરના પ્રભુત્વવાળા અમેરિકી ડિપોઝિટરી શેરની વેલ્યુ અનુસાર મળશે. એસ્ટ્રાજેનેકાના CEOએ કહ્યું હતું કે આ સોદાથી ઇમ્યુનોલોજી ડેવલપમેન્ટમાં તેજી લાવવાનો અવસર પેદા થશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેના દ્વારા કંપનીને બીમારીઓ, ફિઝિશયન અને દર્દીઓના એક નવા સેગમેન્ટમાં પ્રવેશ કરવામાં મદદ મળશે. આ સેગમેન્ટમાં હજુ સુધી કંપનીની પહોંચ નથી.

(સંકેત)

સંબંધિત લેખો

Most Popular