Homeગુજરાતીભારતની Surgical Strike 2 બાદ પાકિસ્તાન કરી રહ્યું છે હુમલાની તૈયારી, ઈન્ટરનેટ...

ભારતની Surgical Strike 2 બાદ પાકિસ્તાન કરી રહ્યું છે હુમલાની તૈયારી, ઈન્ટરનેટ પર છવાઈ આવી તસવીરો

14મી ફેબ્રુઆરીના રોજ પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી હુમલાનો ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક દ્વારા જવાબ આપ્યો છે. હિંદુસ્તાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી છે. આ કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ 300 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

ભારતીય વાયુસેનાની પુલવામા એટેકના બદલાની કાર્યવાહીની સાથે જ આખા ભારતમાં ખુશીનો માહોલ છે. સોશયલ મીડિયા પર પાકિસ્તાનની માત્ર મજાક જ નથી ઉડાવાઈ રહી, પરંતુ ઘણાં ફની મીમ્સ શેયર કરવામાં આવ્યા છે. આ ફની મીમ્સ જોયા પછી નિશ્ચિતપણે તમે હસ્યા વગર રહેશો નહીં.

સોશયલ મીડિયા પર યૂઝર્સ ખૂબ ફની ફોટોજ શેયર કરી રહ્યા છે. જેમાં તેઓ વ્યંગ કરતા દેખાઈ રહ્યા છે કે ભારતની વળતી કાર્યવાહી બાદ હવે પાકિસ્તાન હુમલા માટે તૈયારી શરૂ કરી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાને મંગળવારે દાવો કર્યો છે કે ભારતીય વાયુસેનાના યુદ્ધવિમાનોએ એલઓસીનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની સીમામાં ઘૂસણખોરી કરી છે અને પાકિસ્તાની વાયુસેનાની વળતી કાર્યવાહી બાદ ભારતીય યુદ્ધવિમાનો પાછા ફર્યા છે.

પાકિસ્તાનની ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સના મહાનિદેશક આસિફ ગફૂરે સવારે ટ્વિટ કરીને પુષ્ટિ કરી છે કે વાયુસેનાના યુદ્ધવિમાનોએ ખૈબર પખ્તૂનખ્વાંમાં બાલાકોટ પાસે બોમ્બ ફેંક્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular