1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં કુદરતી ગેસના પરિવહન માટે એક કોમન પાઇપલાઇન બનાવાશે,સરકાર લાવી રહી છે આ સેક્ટર માટે નવા નિયમ 
દેશમાં કુદરતી ગેસના પરિવહન માટે એક કોમન પાઇપલાઇન બનાવાશે,સરકાર લાવી રહી છે આ સેક્ટર માટે નવા નિયમ 

દેશમાં કુદરતી ગેસના પરિવહન માટે એક કોમન પાઇપલાઇન બનાવાશે,સરકાર લાવી રહી છે આ સેક્ટર માટે નવા નિયમ 

0
Social Share
  • કુદરતી ગેસના પરિવહન માટે બનાવાશે કોમન પાઈપલાઈન
  •  સરકાર લાવી રહી છે આ સેક્ટર માટે નવા નિયમ

દિલ્હી:દેશમાં કુદરતી ગેસના પરિવહન માટે એક કોમન ગેસ પાઈપલાઈન બનાવવા માટે વાતચીત ચાલી રહી છે.અહેવાલ મુજબ, આ માટે સ્વતંત્ર ઓપરેટર બનાવવાની પ્રક્રિયા આવતા વર્ષથી શરૂ થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,પેટ્રોલિયમ મંત્રાલયે નવી વ્યવસ્થા પર અન્ય મંત્રાલયો સાથે પરામર્શ સમાપ્ત કરી દીધી છે. અને આગામી વર્ષના TSO એટલે કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઓપરેટરની રચનાની પ્રક્રિયા શરૂ કરી શકાશે.

નવી વ્યવસ્થા હેઠળ, એક સામાન્ય કેરિયર હશે, જેના દ્વારા દેશમાં હાજર તમામ કુદરતી ગેસનું પરિવહન કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયને આશા છે કે,આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં TSO પર કેબિનેટની મંજૂરી મળી જશે. ત્યારબાદ તેની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

સરકાર ઉપરાંત, ONGC, IOCL, HPCL અને GAIL જેવી કંપનીઓનો આ TSOમાં સમાન હિસ્સો હશે. આ સાથે, એવી વ્યવસ્થા પણ કરવામાં આવશે કે GAIL પાસે ઉપલબ્ધ માનવ સંસાધનનો ઉપયોગ શરૂઆતમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી TAOના સંચાલન માટે કરવામાં આવે.

આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,દેશમાં ચાલી રહેલા તમામ ગેસ બિઝનેસ માટે સરકાર નવા નિયમો લાવશે. નવા નિયમો હેઠળ એવી વ્યવસ્થા હશે કે ટેરિફમાં પારદર્શિતા અને એકરૂપતા હોવી જોઈએ. આ સાથે, ગેસની ઓપન એક્સેસ માટેની પ્રક્રિયા શું હોવી જોઈએ. તેમજ ગેસ પાઈપલાઈન બુક કરવા માટે ડીજીટલ સિસ્ટમના નિયમો શું હોવા જોઈએ. સરકાર ટૂંક સમયમાં આ તમામ નિયમો જારી કરશે.

સરકારે ગયા બજેટમાં TSOની રચનાની વાત કરી હતી. તેનો હેતુ ગેસ માર્કેટિંગ કંપનીઓને ભારતમાં ગેસ માર્કેટમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ પર બિઝનેસ કરવાની તક આપવાનો છે. તેનો ધ્યેય એ છે કે આ કંપનીઓ પાસે એક સામાન્ય પ્લેટફોર્મ હોવું જોઈએ જેના દ્વારા તેઓ તેમના ગેસનું પરિવહન કરી શકે. અને કોઈપણ કંપની સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ, પછી તે સરકારી હોય કે ખાનગી. એકંદરે, દેશમાં ગેસ બજારનો વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે, સરકારે TSO ની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code