1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરક્ષિત માતૃત્વની આગવી ઓળખ એટલે ફોર્ચ્યુન સુપોષણ કાર્યક્રમ, જનનીની સુરક્ષા માટે ગર્ભાવસ્થા અને માતૃત્વના પોષણને પ્રાથમિકતા
સુરક્ષિત માતૃત્વની આગવી ઓળખ એટલે ફોર્ચ્યુન સુપોષણ કાર્યક્રમ, જનનીની સુરક્ષા માટે ગર્ભાવસ્થા અને માતૃત્વના પોષણને પ્રાથમિકતા

સુરક્ષિત માતૃત્વની આગવી ઓળખ એટલે ફોર્ચ્યુન સુપોષણ કાર્યક્રમ, જનનીની સુરક્ષા માટે ગર્ભાવસ્થા અને માતૃત્વના પોષણને પ્રાથમિકતા

0
Social Share

ભારત વિશ્વનો એવો પહેલો દેશ છે જ્યાં વર્ષનો એક દિવસ જનનીની સુરક્ષાના નામે છે. 11 એપ્રિલને નેશનલ સેફ મધરહૂડ ડે એટલે કે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજે આપણે સુરક્ષિત માતૃત્વના પોષક એવા ફોર્ચ્યુનના સુપોષણ કાર્યક્રમની વાત કરીશું. જેમાં સગર્ભાઓના ચેકઅપથી માંડીને પરિવારના સુપોષણ સુધીની તમામ ગતિવિધીઓ આવરી લેવામાં આવે છે. નવાઈની વાત તો એ છે કે, અદાણી ફાઉન્ડેશન દ્વારા આ તમામ પ્રયાસો અંતરિયાળ વિસ્તારોમાં થઈ રહ્યા છે.

ગર્ભાવસ્થા અને માતૃત્વ સ્ત્રીના જીવનના સૌથી સુંદર તબક્કાઓ છે, પરંતુ જો એ સમયાનુસાર સારસંભાળ ન લેવાય તો તે ભયાવહ પણ થઈ શકે છે. નર્મદા જિલ્લાના વહિદાબેન જયમલભાઈ વસાવા ગત વર્ષે સગર્ભા હતા ત્યારે તેમની ચિંતાનો પાર ન હતો, કારણ કે કસુવાવડમાં તે પ્રથમ બાળક ગુમાવી ચૂક્યા હતા. વહિદાબેન જણાવે છે કે “સિકલ સેલ એનિમિયાને કારણે મને પીડાદાયક કસુવાવડ થઈ હતી. જ્યારે મને સગર્ભા હોવાની જાણ થઈ ત્યારે હું બાળક અને મારા સ્વાસ્થ્ય વિશે ચિંતામાં ગરકાવ થઈ ગઈ હતી”.

વહિદાબેન જેવી અનેક ગ્રામીણ મહિલાઓ આવા જ પીડાદાયક સમયમાંથી પસાર થાય છે. આવી ચિંતાઓ ઘણીવાર સગર્ભાઓને બાળજન્મ પહેલાં, દરમિયાન અને પછી શું કરવું જોઈએ તે અંગેની જાગૃતિના અભાવનું પરિણામ છે. આ અંગે પરિણામલક્ષી સંવાદના ઉદ્દેશ્યથી દર વર્ષે 11 એપ્રિલને ભારતમાં રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ મનાવવામાં આવે છે.

ધ ફોર્ચ્યુન સુપોષણ – અદાણી વિલ્મરની એક પહેલ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા ભારતના આંતરિક ભાગોમાં ચલાવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ સગર્ભાઓને યોગ્ય આહાર, પોષણ, સરકારી યોજનાઓની સુવિધાઓથી પરિવારોને વાકેફ કરવાનો છે. વહિદાબેન જણાવે છે કે “હું 23 મહિનાની તંદુરસ્ત બાળકીની માતા છું. સુપોષણ સંગિની અનિષાબેન વસાવાની હંમેશા આભારી રહીશ કારણ કે તેઓ મારી ગર્ભાવસ્થા દરમિયાન અડીખમ ઉભા રહ્યા”.

અનિષાબેન નિયમિત કાઉન્સેલિંગ અને ફોલો-અપથી લઈને સ્ટ્રેસ રિડક્શન ટેકનિક સુધી ગર્ભાવસ્થા દરમિયાન વહિદાના સંગીની બનીને ઉભા રહ્યા. અનીષાબેન જણાવે છે કે “વહિદાબેનને સિકલ સેલ એનિમિયા હોવાથી તેમનું વજન ખૂબ જ ઘટી રહ્યું હતું અને તેમના હિમોગ્લોબિનનું સ્તર લગભગ 10% સુધી નીચે આવી ગયું હતું, જેનાથી તેમના પતિ અને સાસરિયાઓ ડરી ગયા હતા.”

તેઓ ઉમેરે છે કે “બીજી વારની ગર્ભાવસ્થા દરમિયાન અદાણી ફાઉન્ડેશને વહિદાબેન અને તેમના પરિવારને સહાય અને પરામર્શ આપવા માટે પગલું ભર્યું, જેમાં નિષ્ણાતોની સલાહ-સારવાર, પરિવારને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરતા શીખવવું અને પ્રાણાયામ જેવી તણાવ ઘટાડવાની તકનીકો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. જ્યારે અમે વહિદાબેનનું બાળક જોયું ત્યારે અમારી ખુશીનો પાર ન હતો”.વર્ષોથી આ પહેલ હેઠળ અનેક સુપોષણ સંગિનીઓ યુવાન માતાઓ સાથે અવિરત કામ કરી રહી છે અને તેમને પ્રસૂતિ પહેલા અને પોસ્ટ-નેટલ કેર વિશે માર્ગદર્શન પૂરું પાડી રહી છે.

આવો જ કિસ્સો ગુજરાતના રાજપીપળાની એક યુવાન માતા પ્રિયંકાબેન અનિલભાઈ વસાવાનો છે. તેમને પ્રથમવાર પ્રેગનન્ટ હતા ત્યારે જાણ થઈ કે તેમની ગર્ભાવસ્થા હાઈ-રિસ્ક પ્રેગ્નન્સી ઝોન હેઠળ આવે છે. જ્યારે સુપોષણ સંગિની રક્ષાબેન વલવીને તેની જાણ થઈ ત્યારે તેમણે સુરક્ષિત અને તંદુરસ્ત પ્રસૂતિનું બીડું ઝડપી લીધું.

રક્ષાબેન જણાવે છે કે “પ્રિયંકાબેનના બ્લડ મેડિકલ રિપોર્ટ્સમાં ઉચ્ચ જોખમો હતા કારણ કે તેમનું હિમોગ્લોબિન સ્તર ઘટીને 9.2 થઈ ગયું હતું, અને તેમનું વજન 35 કિલોની નજીક હતું. અમે તેમને કિચન કીટ આપી જેથી પરિવારને યુવાન માતાને પૌષ્ટિક આહાર ખવડાવવામાં મદદ મળે,”

જો કે આઠમા મહિનામાં તેનું બ્લડપ્રેશર વધી ગયું અને તેને સમય પહેલા ડિલિવરી થઈ ગઈ. નવજાત શિશુને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં NICUમાં દાખલ કરવામાં આવ્યું હતું. બાળકનું વજન ઘટીને 1.7 કિલો થઈ ગયું હતું. રક્ષાબેને નવી મમ્મીને અથાક ટેકો આપ્યો અને નવજાત શિશુને તંદુરસ્તી આપી. હાલ બાળકનું વજન લગભગ 5.5 કિલો અને પ્રિયંકાબેનના લોહીના રિપોર્ટમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

પ્રિયંકાબેન અને તેમના પતિ જણાવે છે કે “અમારા જીવનના મુશ્કેલ તબક્કામાં મદદ કરવા બદલ અમે રક્ષાબેન અને અદાણી ફાઉન્ડેશનના ખૂબ આભારી છીએ. રક્ષાબેન અને તેમની ટીમ અમારા માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે એટલું જ નહીં, તેઓએ અમને પોષણનું મહત્વ અને તે ઘરમાં જ મેળવવાની રીતો શીખવી છે.”

ભારતમાં દર વર્ષે 3 કરોડથી વધુ મહિલાઓ માતા બને છે, જેમાંથી દર વર્ષે 45,000થી વધુ મહિલાઓનું પ્રસવ દરમિયાન મોત થાય છે. માતૃ મૃત્યુદરના વૈશ્વિક આંકડાઓ તો તેનાથી પણ વધુ અને મોટી ચિંતાનું કારણ પણ છે. એવામાં સુરક્ષિત માતૃત્વ માટે ચલાવાઈ રહેલા આવા કાર્યક્રમો અનેક મહિલાઓ માટે વરદાનરૂપ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code