Homeગુજરાતીઅનુપમાના જીવનમાં આવ્યો નવો પડકાર, અનુજે અનુપમાની જિન્દગીમાંથી લીધી વિદાય

અનુપમાના જીવનમાં આવ્યો નવો પડકાર, અનુજે અનુપમાની જિન્દગીમાંથી લીધી વિદાય

  • અનુપમાના જીવમાં નવો પડકાર
  • અનુજે અનુપમાના જીવનમાંથી નીકળી જવાનો લીઘો નિર્ણય
  • અનુપમા પર તૂટ્યો દુખનો પહાડ

મુંબઈઃ સ્ટારપ્લસ પર પ્રસારિત થયો શો અનુપમા દેશભરમાં લોકપ્રિય શો છે.અનુપમા સિરીલ ખૂબ જ પ્રચલિત છે આ સિરિયલ ગુજરાતી પરિવાર પર બનાવેલ છે, જેમા અનુપમાનું પાત્ર ખૂબ જ ગમતું પાત્ર બન્યું છે ત્યારે હવે અનુપમાના જીવનમાં આભ તૂટ્યુ છે.

આ દિવસોમાં અનુપમાના શોમાં અનુપમાની પરીક્ષા ઘણી અઘરી જોવા મળી રહી છે. એક જ ક્ષણમાં અનુપમાનું બધું ચકનાચૂર થઈ ગયું. આવી સ્થિતિમાં અનુપમા સાવ એકલી છે. પરંતુ અનુપમા પાસે હજુ પણ તેની સંભાળ રાખવા માટે કોઈ છે – અનુની માતા. અનુની માતા હવે અનુના પક્ષ લઈને વનરાજના પરિવારને ઘણું સંભળાવ્યું હતું.

હવે આવનારા એપિસોડ્સમાં અનુપમાની માતા ઘણા લોકોને યોગ્ય જવાબ આપતી જોવા મળશે. તે જ સમયે, તે તેની પુત્રીને સત્યનો સામનો કરવામાં મદદ કરતી પણ જોવા મળશે.હવે અનુપમાની માતા એક છેલ્લી વાર અનુજ પાસે જવાનું નક્કી કરશે.

અનુની માતા કાંતાબેન અનુજ પાસે જશે અને અનુજને આવું ન કરવા કહે છે. બીજી બાજુ અનુપમા એ માનીને બેઠી હશે કે જો તેની માતા અનુજ સાથે વાત કરવા ગઈ હશે તો તે સારા સમાચાર જ લાવશે. અનુ કહેતી જોવા મળશે, ‘મારી માતા મારા માટે અનુજ સાથે વાત કરવા ગઈ છે, મારું મન ચિંતાતુર થઈ રહ્યું છે.

જો કે અનુજ હવે અનુપમાના જીવનમાંથી વિદાય લેશે તે કહેશે કે અનુજ તેનમી માતાને અનુપમાને સંદેશ આપવા કહે છે. સ્પષ્ટપણે કહેશે કે ‘અનુપમાના જીવનમાં અનુજનું પ્રકરણ પૂરું થઈ ગયું છે. ત્યારે હવે જોયુ રહ્યું કે અનુપમાને ફરી પ્રેમમાં ઘોકો મળશે તો તે હવે શું કરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular