1. Home
  2. ગુજરાતી
  3. બેંકોની આજે અને કાલે બે દિવસ દેશ વ્યાપી હડતાળ – બેંકને લગતી અનેક સેવાઓ પર થશે અસર
બેંકોની આજે અને કાલે બે દિવસ દેશ વ્યાપી હડતાળ – બેંકને લગતી અનેક સેવાઓ પર થશે અસર

બેંકોની આજે અને કાલે બે દિવસ દેશ વ્યાપી હડતાળ – બેંકને લગતી અનેક સેવાઓ પર થશે અસર

0
Social Share
  • આજે અને કાલે બે દિવસીય બેંકની હડતાળ
  • દેશવ્યાપી હડતાળની અનેક સેવાઓ પર થશે અસર

દિલ્હીઃ- યુનાઈટેડ ફ્રન્ટ ઑફ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સે કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ આજે અને આવતીકાલે દેશવ્યાપી બંધનું આહવાન કર્યું છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે  ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને કર્મીઓના આ બંધને સમર્થન આપ્યું હોવાથી બેંક બંધ થવાના કારણે બેંકોનું કામકાજ પણ બે દિવસ માટે ઠપ થઈ શકે છે. 

પ્રાપ્ત જાણકારી પ્રમાણે દેશભરમાંથી લગભગ 20 કરોડ કામદારો અને મજૂરો ઔપચારિક-અનૌપચારિક રીતે બંધમાં ભાગ લેશે. બીજી તરફ ભારતીય મજદૂર સંઘ આ બંધના વિરોધમાં છે. ભારતીય મજદૂર સંઘનું કહેવું છે કે આ હડતાળ રાજકીય રીતે પ્રેરિત છે અને તેનો હેતુ રાજકીય લાભ મેળવવાનો છે, તેથી તેઓ આ બંધમાં ભાગ લેશે નહીં.

ઉલ્લેખનીય છે કે ટ્રેડ યુનિયનો કેન્દ્રની કેટલીક નીતિઓને તાત્કાલિક ઘોરણે બદલવાની માંગ કરી રહ્યા છે.તેઓ  સરકારને શ્રમ સંહિતા નાબૂદ કરવા, કોઈપણ ખાનગીકરણને તાત્કાલિક બંધ કરવા, રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઈપલાઈનને તોડી પાડવા અને મનરેગા હેઠળ વેતન ફાળવણી વધારવા અને કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવા માટે હાકલ કરી રહ્યા છે જેને લઈને આજે અને કાલ આમ બે દિવસીય દેશવ્યાપી હડતાળ પર ઉતર્યા છે.

આ સમગ્ર મામલે વેપારી સંઘની ેક બેઠક મળી હતી ત્યાર  બાદ કહ્યું હતું કે રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વીજળી વિભાગના કર્મચારીઓ પણ  આ બંધમાં ભાગ લેશે. આ ઉપરાંત બેંકિંગ અને વીમા કંપનીઓ પણ બંધમાં સામેલ થશે. ટ્રેડ યુનિયને કોલસા, તેલ, ટપાલ, આવકવેરા અને ટેક્સ જેવા યુનિયનોને પણ બંધને સમર્થન આપવા અપીલ કરી  છે. આ સિવાય રેલ્વે અને ડિફેન્સ સાથે જોડાયેલા યુનિયનો પણ બે દિવસ સુધી દેશમાં જગ્યાએ જગ્યાએ હડતાલ અને વિરોધ પ્રદર્શન કરશે.

 બેન્કિંગ સેક્ટરમાં એસબીઆઈએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે શટડાઉનને કારણે બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. જાહેર ક્ષેત્રની બેંકો ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં અને બેંકિંગ લોઝ એમેન્ડમેન્ટ બિલ-2021ના વિરોધમાં હડતાળ પર છે. પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેંકે પણ આશંકા વ્યક્ત કરી છે કે હડતાલને કારણે સામાન્ય કામકાજ પ્રભાવિત થઈ શકે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code