- રણબીર કપૂર બનશે કિશોર કુમાર
- મશહુર સંગીતકાર કિશોર કિમારની બાયોપિકમાં કરશે કામ
મુંબઈઃ- બોલિવૂડમાં અનેક જાણીતા લોકોની બાયોપિક બની છે ક્રિકેટરથી લઈને એક્ટરની બાયોપિક બની ચૂકી છે ત્યારે હવે મશહુર એવરગ્રીન સિંગર કિશોર કુમારની બાયોપિક બનવાની તૈયારી જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે આ બાયોપિકમાં લીડરોલ રણબીર કપૂર કરતા જોવા મળશે.
જાણકારી પ્રમાણે રણબીરની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો એક નામ ‘કિશોર કુમાર બાયોપિક’નું આવે છે. અભિનેતા રણબીર કપૂર આ ફિલ્મમાં કિશોર કુમારની ભૂમિકા ભજવવાનો છે. ફિલ્મ બનવાની હજી શરૂ થઈ નથી અને તેથી ચાહકોમાં ફિલ્મને લઈને ઘણી મૂંઝવણ છે. જો કે આ ફિલ્મને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે રણબીર કપૂર ફિલ્મમાં કિશોર કુમારની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.


