1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘ટાઈગર 3’ માંથી અભિનેતા સલમાન ખાનનો નવો લૂક રિલીઝ, 16 ઓક્ટોબરે રિલીઝ થશે ટ્રેલર
ફિલ્મ ‘ટાઈગર 3’ માંથી અભિનેતા સલમાન ખાનનો નવો લૂક રિલીઝ, 16 ઓક્ટોબરે રિલીઝ થશે ટ્રેલર

ફિલ્મ ‘ટાઈગર 3’ માંથી અભિનેતા સલમાન ખાનનો નવો લૂક રિલીઝ, 16 ઓક્ટોબરે રિલીઝ થશે ટ્રેલર

0
Social Share

મુંબઈઃ અભિનેતા સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ટાઈગર 3 ને લઈને છેલ્લા કેટલાક સમયથી સમાચારોની હેડલાઈનમાં જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ શુક્રવારે અભિનેતાનો આ ફિલ્મમાંથી નવો લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.

માહિતી પ્રમાણે સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ને લઈને સતત ચર્ચામાં છે. સલમાન ખાન જ્યારથી તેની મોસ્ટએવોઈટેડ ફિલ્મ ‘ટાઈગર 3’ નું ટીઝર રિલીઝ થયું ત્યારથી તે ચાહકોમાં ચર્ચામાં છે.

 હવે 16 ઓક્ટબરે  ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા, મેકર્સે ફિલ્મમાંથી સલમાન ખાનનો ઇન્ટેન્સ લુક રિલીઝ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.સલમાન ખાનના નવા લૂકમાં  સલમાન ખાનને આગામી ફિલ્મમાંથી RAW એજન્ટ ટાઈગર તરીકે દર્શાવવામાં આવ્યો છે.

અહીં જૂઓ સલમાન ખઆનનો ન્યુ લૂક

https://www.instagram.com/p/CyU8wMKIJew/?utm_source=ig_embed&ig_rid=adbd5a9a-7560-4ba2-834b-72fb0447f811

આ નવા લુકમાં ભાઈજાન હાથમાં ચેન પકડેલો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટને શેર કરતા સલમાન ખાને લખ્યું, ટાઇગરનું ટ્રેલર 16 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે આવી રહ્યું છે. દરેક વ્યક્તિ કૃપામહેરબાની કરીને તમારા કૅલેન્ડરને ચિહ્નિત કરો. આ ફિલ્મ આ દિવાળીએ સિનેમાઘરોમાં આ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

 ભાઈજાનના ચાહકો પણ ભાઈજાનના નવા લૂક પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. તે જ સમયે, કેટરિનાના લુકએ પણ ચાહકોને ખૂબ જ ઉત્સાહિત કર્યા હતા. અનેક યૂઝર્સ સલમાન ખાનના લૂક પર કોમેન્ટ કરી રહ્યા છે ા લૂક જોઈને લોકોની ફિલ્મ જોવાની ઉત્સપકતા પણ વઘી છે.હવે 16 ઓક્ટોબરની લોકો રાહ જોઈ રહ્યા છે ફિલ્મના ટ્રેલર રિલીઝને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે.જો ફિલ્મ રિલીઝની વાત કરીએ તો દિવાળઈમાં દર્શકોને આ ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code