1. Home
  2. ગુજરાતી
  3.  શાહરુખ ખાને રાજકુમાર હિરાની સાથેની ફિલ્મનું કર્યું એલાન- ફિલ્મ‘ડંકી’ની રિલીઝ ડેટ પણ જણાવી
 શાહરુખ ખાને રાજકુમાર હિરાની સાથેની ફિલ્મનું કર્યું એલાન- ફિલ્મ‘ડંકી’ની રિલીઝ ડેટ પણ જણાવી

 શાહરુખ ખાને રાજકુમાર હિરાની સાથેની ફિલ્મનું કર્યું એલાન- ફિલ્મ‘ડંકી’ની રિલીઝ ડેટ પણ જણાવી

0
Social Share
  • શાહરુખ ખાને અપકમિંગ ફીલ્મનું સત્તવાર એલાન કર્યું
  • રાજકુમાર હિરાનીની ફઇલ્મ ડંકીમાં શાહરુખકરશે કામ
  • રાજ કુમાર હિરાની સાથે ફિલ્મની સત્તાવાર જાહેરાત વીડિયો શેર કરીને કરી

મુંબઈ – અભિનેતા શાહરુખખાનના ચાહકો તેમની ફિલ્મને લઈને ઘણા ઉત્સાહીત છે, ફિલ્મ પઠાણનું શૂટિંગ પુરુ કર્યા બાદ ચર્ચા હતી કે તેઓ રાજકુમાર હિરાનીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થયા છે, જો કે આ ફિલ્મનું નામ જારીવ કરાયું નહતોું આ સાથે જ શાહરુખ ખાન તરફથી ફિલ્મની કોી પણ સત્તાવારા જાહેરાત નહોતી કરાઈ ,જો કે છેવટે હવે શાહરુખ ખાને રાજકુમાર હિરાની સાથે કામ કરવાની બાબતને લઈને સત્તવાર જાહેરાત કરી દીઘી છે.

દિગ્દર્શક રાજકુમાર હિરાની સાથેની તેની ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. શાહરૂખે હિરાણી સાથેની ફિલ્મનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પર અનેકવાર હાવભાવ અને ઈશારામાં કર્યો હતો. હવે એક વીડિયો જાહેર કરીને ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શાહરૂખની ફિલ્મ ડિસેમ્બર 2023માં આવશે. વીડિયોમાં શાહરૂખ પોતાની સેન્સ ઑફ હ્યુમર બતાવતો જોવા મળે છે  આ ફિલ્મનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

https://www.instagram.com/p/Cch39UggjOQ/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

વીડિયોની શરૂઆતમાં શાહરૂખ હિરાનીની ફિલ્મોના પોસ્ટર જુએ છે. જેમાં ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘સંજુ’, ‘પીકે’ જેવી ફિલ્મોના પોસ્ટર સામેલ છે. શાહરૂખ હિરાનીને પૂછે છે, ‘સર, મારી માટે કંઈ છે?’ તો હિરાની કહે છે, ‘મારી પાસે એક સ્ક્રિપ્ટ છે.’ હિરાનીએ આગળ ફિલ્મ ડંકીનું નામ સમજાવ્યું. આ સાંભળીને અભિનેતા ચોંકી જાય છે અને કહે છે, ‘તમે શું બનાવી રહ્યા છો તે ખબર નથી, જે હોય તે લો.’

તેના સોશિયલ મીડિયા પેજ પર ટીઝર શેર કરતા શાહરૂખે કેપ્શનમાં લખ્યું- ‘ડિયર રાજકુમાર હિરાની સર, તમે મારા સાન્તાક્લોઝ નિકળ્યા. તમે શરુ કરો હું સમયસર પહોંચી જઈશ. ખરેખર કહું તો હું સેટ પર જ રહેવા લાગીશ.,હું આખરે તમારી સાથે કામ કરી રહ્યો છું. હું ખૂબ જ ઉત્સાહિત છું. તમને 22મી ડિસેમ્બર 2023ના રોજ ડંકી સિનેમા હૉલમાં લઈ જઈ રહ્યાં છીએ. આ સાથે શાહરૂખે તાપસી પન્નુ, ગૌરી ખાન, રેડ ચિલીઝ અને રાજકુમાર હિરાની ફિલ્મ્સને ટૅગ કર્યા છે.

આ ફિલ્મમાં શાહરૂખ અને તાપસી પન્નુ લીડ રોલમાં છે. આ ફિલ્મ રાજકુમાર હિરાની, અભિજાત જોશી અને કનિકા ધિલ્લોને લખી છે. આ ફિલ્મ આ એપ્રિલથી ફ્લોર પર ચાલી ગઈ છે. આગામી શેડ્યૂલનું મોટાપાયે પંજાબમાં શૂટિંગ કરવામાં આવશે.ફિલ્મ વિશે રાજકુમાર કહે છે, “શાહરૂખ ખાન મારી કારકિર્દી દરમિયાન હંમેશા મારી વિશ લિસ્ટમાં રહ્યો છે. અગાઉ પણ તેની સાથે કામ કરવાનો પ્રયાસ કર્યો હતો, આખરે હવે અમે ફિલ્મ ‘ડંકી’ કરી રહ્યા છીએ

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code