1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી લારા દત્તા કોરોના પોઝિટિવ,BMCએ તેના બાંદ્રા સ્થિત ઘરને કર્યું સંપૂર્ણપણે સીલ
અભિનેત્રી લારા દત્તા કોરોના પોઝિટિવ,BMCએ તેના બાંદ્રા સ્થિત ઘરને કર્યું સંપૂર્ણપણે સીલ

અભિનેત્રી લારા દત્તા કોરોના પોઝિટિવ,BMCએ તેના બાંદ્રા સ્થિત ઘરને કર્યું સંપૂર્ણપણે સીલ

0
Social Share
  • અભિનેત્રી લારા દત્તા કોરોના પોઝિટિવ
  • BMC અધિકારીઓએ તેના ઘરને કર્યું સીલ  
  • તેમના ઘરની બહાર પોસ્ટર પણ ચોંટાડ્યા

મુંબઈ:અભિનેત્રી લારા દત્તા લાંબા સમયથી ફિલ્મોથી દૂર જોવા મળી રહી છે. અથવા તો તેમને ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી નથી.તેણે થોડા દિવસ પહેલા આ અંગે ખુલાસો કર્યો હતો.પરંતુ હવે લારા દત્તા સાથે જોડાયેલા વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લારા દત્તા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

લારા દત્તા COVID-19 થી સંક્રમિત થનારી નવીનતમ સેલિબ્રિટી છે. BMC અધિકારીઓએ તેના ઘરને સીલ કરી દીધું છે કારણ કે તેઓએ તે વિસ્તારને ‘માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન’ તરીકે જાહેર કર્યો છે.BMCએ તેમના ઘરની બહાર પોસ્ટર પણ ચોંટાડ્યા છે.

અહેવાલ મુજબ,લારા દત્તાએ કોરોનાવાયરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યા પછી નાગરિક સંસ્થાએ શુક્રવારે બાંદ્રામાં તેની જગ્યા સીલ કરી દીધી છે.એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે,તેના પરિવારમાં માત્ર લારા દત્તાને જ વાયરસનો ચેપ લાગ્યો છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code