Site icon Revoi.in

અદાણી એન્ટરપ્રાઇઝે તેના કોપર ટ્યુબના વ્યવસાય માટે MetTube સાથે જોડાણ કર્યું

Social Share

નવી દિલ્હી : અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ વિવિધ વ્યવસાયોમાં ભારતની આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાની દીશામાં એક પગલું આગળ વધીને મેટટ્યુબ મોરેશિયસ પ્રા.લિ. (MetTube) સાથે શેરની ખરીદી અને શેરહોલ્ડર્સ કરાર કર્યા છે. આ જોડાણનો હેતુ તેમની અદ્યતન સુવિધાઓ દ્વારા હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (HVAC) ઉદ્યોગને આગામી પેઢીના ઉકેલો પહોંચાડવા સાથે કોપર ટ્યુબ્સની આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો તેમજ કોપર આધારિત એપ્લિકેશન્સ માટે એક મજબૂત સ્વદેશી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે.

કરાર હેઠળ અદાણી એન્ટરપ્રાઇઝ તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની કચ્છ કોપર ટ્યુબ્સ લિ.માં તેનો 50% હિસ્સો MetTubeમાં ડાઇવેસ્ટ કરશે.વધુમાં અદાણી એન્ટરપ્રાઇઝ ગુજરાતમાં અમદાવાદ નજીક પ્લાન્ટ ચલાવતી MetTubeની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેટટ્યુબ કોપર ઇન્ડિયા પ્રા.લિ.માં 50% રોકાણ કરશે,

વૈવિધ્યસભર Metdist સમૂહનો એક અંગ મેટટ્યુબ કોપર ટ્યુબ્સના ઉત્પાદનમાં ઉચ્ચ પ્રદર્શનનો દાયકાઓનો વૈશ્વિક અનુભવ ધરાવે છે અદાણી એન્ટરપ્રાઇઝે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ મારફત ગુજરાતના મુંદ્રામાં એડવાન્સ કોપર મેન્યુફેક્ચરિંગ આંતર માળખાકીય સુવિધાઓનું નિર્માણ કર્યું છે, જેમાં કચ્છ કોપર ટ્યુબ્સ લિ. (KCTL) હેઠળની ગ્રીનફિલ્ડ કોપર ટ્યુબ સુવિધાનો સમાવેશ થાય છે.

દ્વિપક્ષી રોકાણ માળખું સમાન માલિકી અને વહેંચાયેલ શાસન વ્યવસ્થાની ખાતરી સાથે બંને સંસ્થાઓને ઉર્જા કાર્યક્ષમતામાં સુધારો કરવા અને કાર્બન ઉત્સર્જનને ઘટાડવાની ભારતની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભવિષ્યના-તૈયાર કોપર ટ્યુબના વ્યવસાયના સહ-નિર્માણ માટે સક્ષમ કરે છે,

અદાણી સમૂહના પૂર્ણ કાલિન ડાયરેકટર શ્રી જીત અદાણીએ જણાવ્યું  હતું કે “મેટટ્યુબ સાથેની આ ભાગીદારી એ કોપર ટ્યુબના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા તરફની એક વ્યૂહાત્મક છલાંગ છે. મેટટ્યુબની વૈશ્વિક કુશળતા સાથે અદાણીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને  કામગીરીની ઉચ્ચ કક્ષાની નિપૂણતાને જોડીને અમે ફક્ત નિર્માણની ક્ષમતા જ નથી બનાવી રહ્યા ૫રંતુ અમે કાર્યક્ષતાનું નિર્માણ કરી રહ્યા છીએ.”

મેટડિસ્ટ ગૃપના ચેરમેન અપુર્વ બગરીએ જણાવ્યું હતું  કે “ભારતની તાંબાની નળીની માંગ ઝડપથી વધી રહી છે, ત્યારે આ જોડાણ વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત બેન્ચમાર્ક મેન્યુફેક્ચરિંગ સાથે ‘મેક ઇન ઇન્ડિયા’ ની દ્રષ્ટિ પરત્વેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે અદાણી સાથે મળીને અમે આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરતી ઉચ્ચ ગુણવત્તાની સ્થાનિક રીતે ઉત્પાદિત ઇનર ગ્રુવ્ડ કોપર ટ્યુબ પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સહયોગ ટકાઉ વિકાસ અને નવીનીકરણ માટે અમારી વહેંચાયેલ મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.”

આ જોડાણનો લાભ અદાણીની ફોરવર્ડ-એકીકૃત કોપર ઇકોસિસ્ટમ- મુંદ્રામાં તેના વાર્ષિક 0.5 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતાના કોપર રિફાઇનરી પ્રોજેક્ટ દ્વારા તેમજ મેટટ્યુબની વૈશ્વિક ઉત્પાદન અને માર્કેટિંગ કુશળતા દ્વારા મળશે. આ સિનર્જી એચવીએસી, નવીનીકરણીય ઉર્જા અને સ્માર્ટ કન્સ્ટ્રક્શન એપ્લિકેશન્સ માટે ઉચ્ચ ગુણવત્તા અને પ્રદર્શનની કોપર ટ્યુબ સપ્લાય કરીને ભારતના હરીત માળખાના લક્ષ્યોને ટેકો આપવા ઉપરાંત કોપર ટ્યુબ ઉત્પાદનમાં સ્કેલ અને ગતિને સક્ષમ કરશે. ઉત્પાદિત કોપર ટ્યુબ્સ એર કન્ડીશનીંગ, રેફ્રિજરેશન અને પ્લમ્બિંગ જેવા નિર્ણાયક ક્ષેત્રોની શહેરીકરણ અને ક્લાયમેટ રિસ્પોન્સિવ માળખાગત જરૂરિયાતોને કારણે વધી રહેલી માંગની જરુરિયાત પૂરી કરશે,